Breaking NewsCrimeGujarat

રોકડ રૂ.૨૦,૧૫૦/- નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો હાથકાંપનો જુગાર રમતાં પાંચ માણસોને ઝડપી લેતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ, પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા, પી.બી.જેબલીયા, એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૦૧/૧૧/૨૦૨૩ના રોજ ભાવનગર,એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ કર્મચારીઓ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન વનરાજભાઇ ખુમાણ પો.હેડ કોન્સ.,એલ.સી.બી.,ભાવનગર નાંઓને બાતમીરાહે હકિકત મળેલ કે,મહેબુબભાઇ રાઠોડ રહે.રાણીના સ્મશાન પાછળ,મોતીતળાવ,કુંભારવાડા,ભાવનગરવાળાના ઘર પાસે જાહેરમાં અમુક માણસો ગોળ કુંડાળુ વળી ગંજીપતાનાં પાનાં વડે હાથકાંપનો જુગાર રમે છે. જે માહિતી આધારે રેઇડ કરતાં નીચે મુજબના માણસો ગંજીપત્તાના પાના તથા રોકડ રૂપિયા સાથે પકડાય ગયેલ.તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી બોરતળાવ પો.સ્ટે.માં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.                                                                                                               પકડાયેલ આરોપીઓઃ-

1. હુસૈન ઉર્ફે ટાઇગર મેમણ અખ્તરભાઇ કલીવાલા ઉ.વ.૩૦ ધંધો- મજુરી રહે.વરતેજીયા ફળી,અલ્કા સિનેમા રોડ,વડવા નેરામાં,ભાવનગર

2. આશીફ અહેમદભાઇ મંસુરી ઉ.વ.૪૯ ધંધો-મજુરી રહે.શેરી નંબર-૦૩,કાદરી મસ્જીદની બાજુમાં,મોતીતળાવ, કુંભારવાડા,ભાવનગર

3. જીતુ ઉર્ફે ડામર દેવજીભાઇ પરમાર ઉ.વ.૩૫ ધંધો-રી.ડ્રા. રહે.લાકડીવાળો ડેલો,દરજીની વાડીની બાજુમાં,મતવા ચોક, વડવા,ભાવનગર

4. મહેબુબભાઇ ઉસ્માનભાઇ રાઠોડ ઉ.વ.૩૭ ધંધો-મજુરી રહે.કાદરી મસ્જીદની સામેના ખાંચામાં,રાણીના સ્મશાન પાછળ,મોતીતળાવ, કુંભારવાડા,ભાવનગર

5. આરીફ હનિફભાઇ ફકીર ઉ.વ.૨૫ ધંધો-રી.ડ્રા. રહે.ખાડિયા,દાદાની વાવ પાસે,શિહોર જી. ભાવનગર

કબ્જે કરેલ મુદ્દામાલઃ-

ગંજીપત્તાનાં પાના-૫૨ તથા રોકડા રૂ.૨૦,૧૫૦/- મળી કુલ કિ.રૂ.૨૦,૧૫૦/- નો મુદ્દામાલ

આ કામગીરીમાં એલસીબી પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ, પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી વનરાજભાઇ ખુમાણ,ભહિપાલસિંહ ચુડાસમા,જયદિપસિંહ ગોહિલ,સત્યજીતસિંહ ચુડાસમા વગેરે જોડાયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૦૯ કિ.રૂ.૨૭,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

1 of 375

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *