મહે.ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં અપહરણ પોક્સો એક્ટ હેઠળના ગુન્હાઓમાં આરોપી તથા ભોગબનનારને શોધી કાઢવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી વોરા નાઓએ અમરેલી જીલ્લામાં અપહરણ પોક્સો એક્ટ હેઠળના ગુન્હાઓના આરોપી તેમજ ભોગબનનારને શોધી કાઢવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરી રાજુલાના ઇન્ચાર્જ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર(રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી સી.એસ.કુગસીયા નાઓની ચોકકસ બાતમી આધારે સી.પી.આઇ. કચેરી રાજુલા તથા રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોર્ડના પોલીસ સ્ટાફની સંયુક્ત ટીમ બનાવી પીપાવાવ મરીન પો.સ્ટે. ગુ.૨.૧,૧૧૧૯૩૦૪૫૨૩૦૫૭૩/૨૦૨૩ ઇ.પી.કો.કલમ-૩૬૩,૩૬૬ તથા પોક્સો કલમ-૧૮ મુજબના ગુન્હાના કામે આરોપી સગરીવયની ભોગબનનારને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે તા.૦૯-૧૦/૦૭/૨૦૨૩ના રોજ ફરી,ના વાલીપણાંમાંથી ભગાડીને લઇ ગયેલ હોય જે આરોપી તથા ભોગબનનારને ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપી તથા ભોગબનનારનુ લોકેશન દેવભુમી દ્વારકા જીલ્લાના જામખંભાળીયા તાલુકાના જુવાનગઢ ગામે હોવાની ચોક્કસ બાતમી મળેલ જે આધારે સી.પી.આઇ. કચેરી રાજુલા તથા રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોર્ડના પોલીસ સ્ટાફની સંયુક્ત ટીમ દેવભુમી દ્વારકા જીલ્લાના જુવાનગઢ ખાતે મોકલી આરોપી તથા ભોગબનનારને શોધી કાઢી આગળની કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે. [09 પકડાયેલ આરોપીની વિગત-
પ્રકાશ બાઘાભાઇ જોળીયા ઉવ.૨૪ ધંધો મજુરી રહે.ડોળીયા તા.મહુવા જી.ભાવનગર,
જ઼કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી-
સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરી રાજુલાના ઇન્ચાર્જ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી સી.એસ,ફુગસીયા સાહેબ તથા સી.પી.આઇ. કચેરી રાજુલા તથા રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોર્ડના પોલીસ સ્ટાફની સંયુક્ત ટીમ એ.એસ.આઇ. મહેશભાઇ બી,મહેરા તથા હેડ કોન્સ જયેન્દ્રભાઇ બસીયા તથા હરપાલસિંહ ગોહીલ તથા પો.કોન્સ. વિરાગભાઇ મહેતા તથા ભારતીબેન પરમાર દ્વારા કરવામાં આવેલ છે.