Crime

પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનના મર્ડર કેસમા આજીવન સજા પામેલ પાકા કામના મહિલા સહિતના કુલ બે કૈદી, રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પરથી છુટ્યા બાદ ફરાર થયેલ બંને કૈદીને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્ક્વોડની પોલીસ ટીમ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌત્તમ પરમાર  ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.રવિન્દ્ર પટેલ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ, પો.સબ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ તથા પેરોલ ફર્લો તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/ કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ. વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સારૂ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોવાથી સખત સુચના આપવામાં આવેલ.
આજ રોજ ઉપરી અધિકારી શ્રીને સુચના અને માર્ગદર્શન મુજબ

એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ પેરોલ જમ્પ કરેલ આરોપીઓ તથા નાસતા ફરતા આરોપીઓની તપાસમાં ભાવનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પો.કોન્સ. શક્તિસિંહ જયવંતસિંહ સરવૈયાને બાતમી રાહે હકિકત મળેલ કે., પેરોલ રજા મેળવી ફરાર થયેલ પાકા કામના કૈદી

ભાવનાબેન ઉર્ફે ભાવુ વા/ઓ અશોકભાઇ નાનુભાઇ પાંગળ તથા રાજુભાઇ રામજીભાઇ કણબી રહે. બંને ભાવનગર વાળાઓ ગારીયાધાર, નવાગામ રોડ પર હોવાની માહિતી મળેલ જે અનુસંધાને પોલીસ ટીમે બાતમી વાળી જગ્યાએ જતા, પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમા ફ.ગુ.ર.નં.૫૭૩/૨૦૨૧ ઇ.પી.કો.કલમઃ-૩૦૨ વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે આજીવન કૈદની સજા ભોગવતાં પાકા કામના મહિલા કૈદી નં.૪૮૩૦૨ ભાવનાબેન ઉર્ફે ભાવુ વા/ઓ અશોકભાઇ નાનુભાઇ પાંગળ રહે. ડુંગરની રાજસ્થળી નાની,

તા.પાલીતાણા જી.ભાવનગર વાળી તા.૨૩/૧૦/૨૦૨૨ થી તા.૦૭/૧૧/૨૦૨૦ સુધી દિન-૧૫ની રજા ઉપર છુટેલ. ત્યાર બાદ તા.૦૭/૧૧/૨૦૨૨નાં રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતુ. તેમજ સદરહુ ગુન્હાં સંડોવાયેલ અને સજા પામેલ અન્ય કૈદી નં.-૪૮૩૦૧ રાજુભાઇ રામજીભાઇ કણબી રહે. રાજસ્થળી તા.પાલીતાણા જી. ભાવનગર વાળો

તા.૨૨/૧૦/૨૦૨૨ થી તા.૩૦/૧૦/૨૦૨૨ સુધી દિન-૭ ની પેરોલ રજા ઉપર છુટેલ ત્યાર બાદ તા.૩૦/૧૦/૨૦૨૨ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનુ હતું. જે બંને પાકા કામના કૈદી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થયેલ નહી અને આજ દિન સુધી ફરાર હોય જે અંગે એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા ટીમના માણસઓએ મહિલા સહિત બંને પાકા કામના કૈદીને ગારીયાધારના નવાગામ રોડ પર મારૂતી ઇમ્પેક્ષ કારખાના સામેથી ઝડપી લઇ બંને કૈદીનો કોવિડ-૧૯નો રીપોર્ટ કરાવી મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી આપેલ છે.

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ, પોલીસ સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, પો.સબ.ઇન્સ. તથા શ્રી બી.એચ.શીંગરખીયા શ્રી પી.બી.જેબલીયા તથા તથા સ્ટાફનાં અના હેડ કોન્સ. એચ.એમ.ઉલ્વા, જે.એ.લાંગાવદરા તથા અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા હિરેનભાઇ સોલંકી તથા હરીશ્ચંદ્રસિંહ ગોહિલ તથા નિતીનભાઇ ખટાણા તથા બીજલભાઇ કરમટીયા તથા શક્તિસિંહ સરવૈયા

રિપોર્ટ વિજય નથવાણી ગારિયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 74

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *