bhavnagarBreaking NewsCrimeGujaratHelth

ભાવનગરમાં પીસીએન્ડ પીએનડીટી એકટના ભંગ બદલ સોનોગ્રાફી મશીન સીલ કરાયું.

ભાવનગર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગને મળેલ ગેરકાયદેસર ગર્ભપરીક્ષણ કરતા તબીબ ડો.એમ.સી.શાહ સ્મિતા એકસરે એન્ડ સોનોગ્રાફી કલીનીક કાળાનાળા વિરુધ્ધની ફરીયાદ અરજી અન્વયે સરકારશ્રીના બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને વેગ આપવાના હેતુથી ધટતી જતી દીકરીઓની સંખ્યા અન્વયેની ચિંતા વ્યકત કરતા પીસીએન્ડ પીએનડીટી એકટની અમલવારી માટે સીડીએચઓશ્રી દ્રારા ડો.જીગર કાકડીયા ટીએચઓ-શિહોરને નિયમાનુંસાર કાર્યવાહી કરવા અધિકૃત કરેલ હતા.

આમ,તેઓએ સ્મીતા એકસરે એન્ડ સોનોગ્રાફી કલીનીક કાળાનાળા ખાતે ગયા હતા.જેમાં કલીનીક ખાતેથી એક દંપતીની શંકાસ્પદ વર્તણુકને આધારે ટીએચઓ-શિહોર અને તેની ટીમ તથા જીલ્લાના સ્ટાફે તપાસની કામગીરી શરુ કરેલ હતી.જેની તપાસના અંતે કલીનીક ખાતેથી ર(બે) અગાઉના સીલબંધ સોનોગ્રાફી મશીન સહીત એક પોર્ટેબલ સોનોગ્રાફી મશીન ઝડપાયેલ હતુ.આમ,આ તબીબના અગાઉના બે મશીન સીલ હોય તેઓના વિરુધ્ધ કોર્ટ કેસ ચાલતો હોય તેઓનું લાયસન્સ પણ સસ્પેન્ડ હોવા છતા તબીબ ડો.એમ.સી.શાહ દ્રારા સોનોગ્રાફી મશીનનો ઉપયોગ કરવામાં આવતો હતો.

આમ,તેઓ પીસી એન્ડ પીએનડીટી એકટની કલમનો ભંગ થતો હોય કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવા સારુ સોનોગ્રાફી મશીન સીલ કરી જપ્ત કરેલ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

ભાવનગર ખાતે જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન…

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી

સિવિલ હોસ્પિટલના નિર્માણની ચાલી રહેલી કામગીરીની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ…

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

નુતનસિંહ ગોહિલ દ્વારા પ્રેરિત સુપોષણ જ્યોત પદયાત્રાનો પ્રારંભ પાલીતાણા તથા જેસર…

1 of 117

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *