પાટણ, એબીએનએસ, એ.આર: રાધનપુર શહેરના ભાભર હાઇવે પર આવેલ લક્કી પેલેસ ગેસ્ટ હાઉસમાં પાટણ એસઓજી પોલીસે રેડ કરી ગેસ્ટ હાઉસના ઓછા હેઠળ ચાલતા કુટણખાના નો પર્દાફાસ કર્યો હતો. પોલીસે ત્રણ મહિલા અને બે પુરુષોને ઝડપી પાડ્યા હતા. અને ગેસ્ટ હાઉસમાં બહારથી સ્ત્રીઓ લાવી ગ્રાહકો સાથે દેહ વ્યાપાર કરાવતા સંચાલક સહિત ત્રણ ઇસમો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
રાધનપુર ભાભર હાઇવે પર આવેલ લક્કી પેલેસ ગેસ્ટ હાઉસ નો સંચાલક બહારથી સ્ત્રીઓ લાવી ગ્રાહકો ગ્રાહકો બોલાવી ગેસ્ટ હાઉસ ની આડમાં દેહ વ્યાપાર નો ધંધો ચલાવતો હોવાની ચોક્કસ વાતની બાતમીના આધારે પાટણ એસોજી પોલીસને બાતમી મળતા એસઓજી સ્ટાફ દ્વારા સોમવારની રાત્રે લક્કી પેલેસ ગેસ્ટ હાઉસ ખાતે રેડ કરવામાં આવી હતી.પોલીસ રેડ દરમિયાન ગેસ્ટ હાઉસના અલગ અલગ રૂમમાંથી બે પરપ્રાંતીય સહિત ત્રણ સ્ત્રીઓ અને બે પુરૂષ ઝડપાઈ ગયા હતા.
ગેસ્ટ હાઉસ માં અનૈતિક દેહ વ્યાપાર કરાવવા બહારથી સ્ત્રીઓ લાવી ગ્રાહકો બોલાવી અનૈતિક વેપાર કરતા પાલનપુર નો ગેસ્ટ હાઉસ સંચાલક વિકાસ કુમાર જયંતીભાઈ પંચાલ રહે.પાલનપુર તેમજ અંકિત અને ગેસ્ટ હાઉસ માલિક ધવલકુમાર નરેશભાઈ શ્રીમાળી ગામ. મેસર તા સરસ્વતી જી પાટણ વાળા સામે પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.
પાટણ જીલ્લાના રાધનપુર શહેરમાં હાઇવે પર ઠેર ઠેર સ્પા સેન્ટરો ચાલે છે. જેમાં પરપ્રાંતિય સ્ત્રીઓ લાવી ગ્રાહકો સાથે અનૈતિક દેહ વ્યાપાર નો ધંધો સ્પા સંચાલકો દ્વારા ચલાવવામાં આવી રહ્યો હોવાનું જગ જાહેર છે ત્યારે ઠેર ઠેર ચાલતા સ્પા સેન્ટર ઉપર પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.