Crime

સચિન પોલીસે શંકાસ્પદ સરકારી અનાજની ચાર ગાડીઓ ઝડપી પાડી

ગરીબી રેખા નીચે આવતા લોકોને સરકાર તરફથી આપવામાં આવતા સરકારી અનાજની બેફામ સુરતમાં કાળા બજારી જોવા મળી છે.જ્યાં સરકારી ગોડાઉનમાંથી ગેરકાયદે ત્રાહિત વાહનોમાં સરકારી અનાજનો જથ્થો ભરી અન્ય ગોડાઉન પર લઈ જતી વેળાએ સચિન પોલીસે સરકારી અનાજ ભરેલ ત્રણથી વધુ ગાડીઓને ઝડપી પાડી હતી.

સચિન પોલીસે ઘટનાની જાણ પુરવઠા વિભાગને કરતા SDM સહિત નાયબ મામલતદારની ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી.જો કે સરકારી અનાજની કાળા બજારીનો મામલો સામે આવતા જ સચિન ગોડાઉનના મહિલા મેનેજર મોબાઈલ બંધ કરી ભૂગર્ભ ઉતરી જતા ગોડાઉનને શીલ કરી આગળની કાર્યવાહી સચિન પોલીસ અને પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગરીબી રેખા નીચે આવતા NSFA રેશનકાર્ડ ધારકોને વિના મૂલ્યે સરકારી અનાજની ફાળવણી કરવામાં આવી રહી છે.જો કે આ સરકારી અનાજ ગરીબો સુધી પોહચાડવાને બદલે કેટલાક કાળા બજારીયાઓ સરકારી બાબુઓની સાંઠગાંઠ માં બારોબાર સગેવગે કરી રહ્યા છે.આવીજ કંઈક ઘટના સુરતના સચિન વિસ્તારમાં બની છે.

જ્યાં સચિન ખાતે આવેલ સરકારી અનાજના ગોડાઉનમાંથી ગોડાઉન મેનેજરને સાંઠગાંઠ માં ત્રાહિત વ્યક્તિઓના ખાનગી વાહનોમાં સરકારી અનાજનો જથ્થો ભરી ગેરકાયદે રીતે અન્ય ગોડાઉનમાં લઇ જવામાં આવી રહ્યો હતો.જે અંગેની બાતમી મળતા સચિન પોલીસે સરકારી અનાજ ભરેલ ત્રણથી વધુ ટ્રકો ઝડપી પાડી ઘટનાની જાણ પુરવઠા વિભાગને કરી હતી.

જ્યાં બનાવની જાણકારી મળતા SDM અને નાયબ મામલતદાર સહિતની ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી.જ્યાં સચિન પોલીસ અને સુરત જિલ્લા કલેકટર કચેરીની ટીમ દ્વારા સચિન સ્થિત સરકારી ગોડાઉન પર તપાસ હાથ ધરવામાં આવી હતી..પોલીસ અને જિલ્લા ક્લેકટર કચેરીની ટીમ ગોડાઉન પર પોહચે તે પહેલાં જ ગોડાઉનના મહિલા મેનેજર ભૂગર્ભમાં ઉતરી ગયા હતા…

જ્યાં પંચોના રૂબરૂમાં ગોડાઉન શીલ કરી આગળની કાર્યવાહી અને તપાસ જિલ્લા કલેકટર કચેરીની પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી.આ સાથે સચિન પોલીસે કબ્જે કરેલ ત્રણ ટ્રકથી વધુ સરકારી અનાજનો જથ્થો વરાછા સ્થિત સરકારી ગોડાઉન માં સૂઝ કરી દેવામાં આવ્યો હતો.સમગ્ર સરકારી અનાજની કાળા બજારીના આ રેકેટમાં ગોડાઉન મેનેજર ની શંકાસ્પદ ભૂમિકા જણાઈ આવી હતી.જ્યારે કોન્ટ્રાકટર અને પેટા-કોન્ટ્રાકટર રાકેશ રાજપૂત સહિત અરવિંદ રાજપૂત નામના શખ્સોની સરકારી અનાજની કાળા બજારીમાં સંડોવણી હોવાના આક્ષેપ થયા હતા.

સચિન પોલીસે શંકાસ્પદ સરકારી અનાજની ચાર ગાડીઓ ઝડપી પાડી

સરકારી અનાજના ગોડાઉનમાંથી ગેરકાયદે અનાજની ચોરીના રેકેટની શંકા

ચાર ટ્રક ભરેલા કથિત સરકારી અનાજનો જથ્થો ઝડપાયો

સચિન પોલીસે ઘટનાની જાણ સુરત પુરવઠા વિભાગને કરી

કથિત સરકારી અનાજના કૌભાંડમાં મોટા માથાઓની સંડોવણી ની શંકા

ઘટનાની જાણ થતાં મામલતદાર સહિત ઝોનલ અધિકારીઓ ઘટના સ્થળે

પુરવઠા વિભાગની ટીમ દ્વારા તપાસ શરૂ

ગોડાઉન મેનેજરની ગેરહાજરીમાં અનાજનો જથ્થો બહાર કઢાયો

શંકાસ્પદ સરકારી અનાજની ચોરીમાં ગોડાઉન મેનેજરની ભૂમિકા શંકા ના દાયરામા

SDM દ્વારા સરકારી અનાજનું ગોડાઉન શીલ કરાયું

પોલીસ દ્વારા પણ પુરવઠા વિભાગની સાથે રાખી તપાસ શરૂ કરાઇ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 74

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *