પાલીતાણામાં ધોરણ ૬માં ભણતી ૧૧ વર્ષ ની સગીરા સાથે સ્કૂલ વાન ના વિધર્મી ડ્રાઈવરે અડપલાં કરતા ચકચાર મચી જવા પામી હતી
છેલ્લા ૧૩ વર્ષથી પતિ પત્ની અને તેના બે બાળકો સાથે પાલીતાણા ખાતે રહે છે જેમાં દીકરી મોટી અને દીકરો ૯ વર્ષ નો છે. અને પાલીતાણા ખાતે ઘરનું ગુજરાન ચલાવે છે
છેલ્લા ચાર દિવસથી સ્કુલના ઈકો ગાડીના ડ્રાઇવર જાહિદભાઇ સવારના છ વાગે લેવા આવે છે જ્યારે સ્કુલનો સમય સવારના ૦૭ થી ૧૨ નો છે તા.૨૧/૦૩/૨૫ ના રોજ પણ જાહિદ કલાક ૦૬/૧૦ વાગ્યે ઇકો ગાડી લયને લેવા માટે આવતા સગીરા સ્કૂલે ગયેલી હતી
ઘર નું ગુજારન ચાલવવા પતી પણ સવારના છ વાગ્યા પહેલા નોકરીએ જતા રહે છે અને તે દિવસે નાનો દીકરો અસ્થિર મગજ નો હોવા થી તેને સગીરાની માતા નટરાજ સ્કુલ સરદાર પટેલ કોલેજની બાજુમાં ભાવનગર ખાતે ટ્રેનિંગ માટે લવેલા હતા . સાંજે માતા ઘરે પોહચતા પીડિત સગીરાએ પોતાની માતા ને આપવીતી સંભળાવી હતી
સવારના 6 વાગે સ્કુલે જવા માટે સ્કૂલ વાનમાં બેસવા ગયેલ ત્યારે ડ્રાઇવર-જાહિદએ કહ્યું આગળ બેસી જા તેમ કહેતા હું આગળ ‘બેસી ગયેલ બાદ તે ઈકોગાડીનો ડ્રાઇવર ઇકો ગાડી ચલાવી ઘેટી દરવાજાથી અંદર આગળ ચોકમાં ઈકોગાડી ઉભી રાખી મારો હાથ પકડી મારા ખંભા ઉપર તેનો હાથ રાખેલ અને મારી છાતિ ઉપર હાથ ફેરવી દબાવેલ જેથી મે જાહિદ ડ્રાઇવરને તેવું કરવાની ના પાડેલ હતી જેથી જાહિદભાઈ ડ્રાઇવરે સ્કૂલ વાન આગળ ચલાવી બીજા બાળકોને બેસાડવાના હોય જેથી ત્યા ઇકોગાડી ઉભી રાખી મને પાછળની સીટ માં જતુ રહેવાનું કહ્યુ હતું
સમગ્ર વાત ની જાણકારી સ્કૂલ ના આચાર્ય ને કરવામાં આવી હતી. સ્કૂલ ના ટ્રસ્ટી ને જ્યારે વાત કરવામાં આવી ત્યારે તેઓએ જણાવેલ કે તમે આ વાત દબાવી દો બહાર પાડોમાં તમારી દિકરીની આબરૂ જશે તમે સવારે સ્કુલે આવજો
બીજા દિવસે સવારના નવ વાગે સ્કૂલે પોહચતાં આચાર્યને મળેલા અને ટ્રસ્ટીને સાથે મળવાનું કહેતા આચાર્યએ જણાવેલ કે ટ્રસ્ટી આવેલ નથી , જેથી ટ્રસ્ટી સાથે ફોનથી વાત કરતા ટ્રસ્ટીએ તેમ કહ્યું કે “તમારી દિકરીની બાબત તમે અહી પુરી કરો અમે જે ડ્રાઇવરને સજા કરવાની હતી તે કરી નાખેલ છે અને તમારે જે ફરીયાદ કરવી હોય તે કરી નાખો અમો તમારી સાથે નહીં આવીએ અને તમારી દિકરીને ઈકોગાડીમાં શું કામ આગળ બેસવું જઈએ ” તેવું કહવામાં આવ્યું હતું
ત્યાર બાદ પાલીતાણા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધવા આવ્યા ત્યારે પણ સ્કૂલ તરફ થી અમો ને ફરિયાદ નહી કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું સમગ્ર મામલે પાલીતાણા ટાઉન પોલીસમાં આરોપી જાહિદ કાજી વિરુદ્ધ પોક્સો સહિત નો ગુનો દાખલ કરી પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યો હતો અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
રિપોર્ટર, વિજય જાદવ પાલીતાણા