Crime

સુરત મોટા વરાછા ખાતે આવેલી પનવેલ પોઈન્ટ પાસે વ્હાઇટ હાઉસ રેસીડેન્સીમાં સર્જાયો અકસ્માત…

 

સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી વ્હાઈટ હાઉસ રેસિડેન્સીમાં રહેતી મહિલાને સ્કૂલ બસે અડફેટે લીધી હતી. મહિલા દુકાને સામાન ખરીદવા જઈ રહી હતી તે દરમિયાન રિવર્સમાં આવતી સ્કૂલ બસ માથેથી ફરી વળી હતી. મહિલા નીચે પડી ગયા બાદ સ્કૂલ બસ સાથે ઘસડાઈ હતી. બાદમાં મહિલાના પગ પરથી આગળનું ટાયર ફરી વળ્યું હતું. સમગ્ર સીસીટીવી કેમેરા કેદ થઈ હતી.બસ ચાલક સામે ફરિયાદ નોંધી અમરોલી પોલીસ તપાસ હાથ ધરી છે.

સુરાના મોટા વરાછા ખાતે આવેલા પનવેલ પોઈન્ટ પાસે વ્હાઈટ હાઉસ રેસીડેન્સીમાં રહેતી મહિલા પોતાના ઘરેથી દુકાને પાઉં લેવા માટે ગયા હતાં. તે દરમિયાન પાર્કિંગમાંથી બહાર નીકળતી આશાદીપ સ્કૂલની બસ નંબર જીજે ૦૬ એએક્સ ૦૧૯૮ના ડ્રાઈવરે તેની બસ રિવર્સમાં પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મહિલાને ટ્કકર મારી હતી. બાદમાં થોડે દૂર સુધી મહિલાને ઢસડી હતી.

મહિલા બસની ટક્કરથી પડી ગયા બાદ બસનું ટાયર મહિલા ઉપર ફળી વળતા મહિલાને થાપાના વચ્ચેના ભાગે ફ્રેક્ચર થયું હતુ. તથા જમણી બાજુની એક પાસળી અને ડાબી બાજુની સાત પાસળીના ભાગે તથા શરીરે ગંભીર ઈજા પહોંચી હતી.આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.જોકે અકસ્માત બાદ લોકો એકઠા થઈ ગયા હતાં. બાદમાં મહિલાને સારવાર માટે ખસેડી બસ ચાલક સામે અમરોલી પોલીસમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

સુરતના મોટા વરાછા ની ઘટના…

મોટા વરાછા ખાતે આવેલી પનવેલ પોઈન્ટ પાસે વ્હાઇટ હાઉસ રેસીડેન્સીમાં સર્જાયો અકસ્માત…

સ્કૂલ બસને રિવર્સ લેતી વેળા મહિલાને
કચડી હતી….

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી….

અકસ્માતનો ગુનો નોંધી અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરે છે….

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

તળાજાના ભારાપરા ના યુવાનને ચોરીના મુદામાલ સાથે ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ .

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

1 of 86

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *