bhavnagarBreaking NewsCrimeGujarat

વરલી મટકાના આંકડા લખેલ સાહિત્ય સાથે વરલી મટકાનો જુગાર રમાડતાં ઇસમને રોકડ રૂ.૨૧,૨૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા,શ્રી વી.વી.ધ્રાંગુ,શ્રી એમ.જે.કુરેશી તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૨૯/૦૨/૨૦૨૪ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતાં.તે દરમ્યાન હલુરીયા ચોકમાં આવતાં બાતમી મળેલ કે,લીલા કલરનો ચોકડીવાળો શર્ટ પહેરેલ મહેબુબ ઉર્ફે પોપટ વલીભાઇ લાખાણી રહે.ભાવનગરવાળો હલુરીયા ચોક,દિલબહાર આઇસ્કીમવાળા ખાંચામાં,વોરા વોડમાં ઉભો રહીને વરલી-મટકાના આંકડા લખી-લખાવી પૈસાની લેતી-દેતી કરી હાર-જીતનો જુગાર રમી રમાડે છે.જે માહિતી આધારે રેઇડ કરતાં નીચે મુજબનાં માણસ વરલી મટકાના આંકડા લખેલ નીચે મુજબનાં મુદ્દામાલ સાથે હારજીતનો જુગાર રમતા પકડાય ગયેલ. તેઓ વિરૂધ્ધ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ

પકડાયેલ આરોપીઓ

મહેબુબ ઉર્ફે પોપટ વલીભાઇ લાખાણી ઉ.વ.૩૪ ધંધો-શાકભાજીનો વેપાર રહે. ખાંટકીવાડ,રબ્બાની મસ્જીદ વાળા ખાંચામાં, રાજશ્રી સિનેમા પાસે, ભાવનગર

કબ્જે કરેલ મુદ્દામાલઃ-

વરલી-મટકાનાં આંકડા લખેલ ચીઠ્ઠી નંગ-૦૩ કિ.રૂ.૦૦/-, બોલપેન-૦૧ કિ.રૂ.૦૦/- તથા રોકડ રૂ.૨૧,૨૦૦/- મળી કુલ રૂ.૨૧,૨૦૦/- નો મુદ્દામાલ

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા,શ્રી વી.વી.ધ્રાંગુ,શ્રી એમ.જે.કુરેશી તથા પોલીસ કર્મચારી મહેન્દ્દભાઇ ચૌહાણ,વનરાજભાઇ ખુમાણ,જયદિપસિંહ રઘુભા,જગદેવસિંહ ઝાલા,લગ્ધીરસિંહ ગોહિલ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આંતરરાષ્ટ્રીય લોકસાહિત્યકાર શ્રીમાયાભાઈ આહીરનો સન્માન સમારોહ અને નવરાત્રી મહોત્સવ સંપન્ન

વીર આહીર દેવાયત બોદર ચેરિટેબલ ટ્રસ્ટ, ભાવનગર દ્વારા સમાજની એકતા, અખંડિતતા અને…

ભાવનગર મંડળના મંડળ રેલવે પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ભાવનગર ટર્મિનસ ખાતે મુસાફરો સાથે કર્યો જનસંવાદ

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા વિશેષ સ્વચ્છતા અભિયાન 6.0 અંતર્ગત 22 ઓક્ટોબર,…

ભાવનગર જિલ્લામાં ફિઝિયોથેરાપી ક્ષેત્રે નવી તક: સિહોર નજીક અમરગઢની કોલેજ ઓફ ફિઝિયોથેરાપીને મળી માન્યતા

ગુજરાત સરકાર અને ગુજરાત સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલની મંજૂરીથી આરોગ્ય…

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

વિજયાદશમી એટલે કે દશેરાના પાવન પર્વ નિમિત્તે શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ,…

1 of 112

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *