Crime

ફિલ્મી ઢબે વિદેશદારૂ ભરેલી ઇકો ઝડપી પાડતી બાલાસિનોર ટાઉન પોલીસ

બાલાસિનોર, સંજય ઝાલા: બાલાસિનોર ટાઉન પોલીસ દ્રારા બાલાસિનોર વિરપુર રોડ ઉપર આવેલ સલીયાવડી પાટીયા પાસે ભારતીય બનાવટનો વિદેશીદારૂ/બીયર ભરેલ ફોર વ્હીલ કાર સહિત નો કુલ રૂપિયા ૨,૨૫,૪૪૦/- નો મુદ્દામાલ પકડી પડાયો.

ટાઉન પોલીસ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી,પંચમહાલ ગોઘરા રેન્જ તથા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા મહીસાગર જીલ્લા તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એસ.વળવી લુણાવાડા જીલ્લામાં પ્રોહીબીશન/જુગારનાં કેસો કરવાની ડ્રાઇવ ચાલતી હતી .પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ભરવાડ , બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનનાં અધિકારી તેમજ કર્મચારીઓને પ્રોહીબીશનની હેરાફેરી કરતા તથા જુગારની પ્રવૃતિ ચાલતી સંભવિત જગ્યાઓ તથા પ્રોહી બુટલેગર ઉપર વોચ રાખી રેઇડો કરવા સુચના કરવામાં આવી હતી .

પોલીસ સ્ટાફ સાથે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીગ દરમ્યાન ગધાવાડા ગામના પાટીયા પાસે વાહન ચેકીગમાં હતા.તે દરમ્યાન ઇક્કો ગાડીનો ચાલક તેની ગાડીમાં વિરપુરથી બાલાસિનોર તરફ આવતા રોડ પર ગાડીને અટકાવી તેમાં તપાસ કરતા પાસ પરમીટનો ભારતીય બનાવટનો પર પ્રાન્તીય વિદેશી દારૂના બીયર ટીન કુલ નંગ-૨૧૨ કીમંત રૂપિયા ૨૫,૪૪૦/- તથા ઇક્કો ગાડીની કીંમત રૂપિયા ૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂ।. ૨,૨૫,૪૪૦ /- ના મુદ્દામાલ ભરી જે મુદ્દામાલ તથા વાહન મુકી આરોપી ભાગી જતાં ગુન્હો આચરેલ હોય છે . મુદ્દામાલ પકડી પાડી ઉપરોકત તમામ ઇસમો વિરુધ્ધ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ઘરવામાં આવેલ છે.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીના નામ (૧) પોલીસ ઇન્સપેક્ટર આર.ડી.ભરવાડ
(૫) PC સત્તાભાઇ કાળાભાઇ
(૨) ASIવિશ્વજીતસિંહ હરીશચન્દ્રસિંહ
(૩) ASI દેવેન્દ્રસિંહ નટવરસિંહ
(૪) પો કો દિનેશભાઇ ભલાભાઇ
(૬) પો. કો શૈલેષભાઇ ખેંગારભાઇ (૭) પો.કો રીતેષભાઇ રમેશભાઇ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 75

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *