દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોગ્રામ ઓફિસરશ્રી ડૉ.ચંદ્રેશકુમાર ભાંભીના માર્ગદર્શન હેઠળ આંગણવાડીઓ ખાતે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે,
જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પ્રોજેક્ટ ‘પા પા પગલી’ અંતર્ગત પ્રી-સ્કુલ એક્ટીવીટી માટે અપાયેલ રંગીન કલેના ઉપયોગથી નાના બાળકોને ગણેશજીની મૂર્તિઓ બનાવવા માટે પ્રેરવામાં આવ્યાં હતાં.
આંગણવાડીના બાળકોએ પરંપરાગત રીતે હાથથી ઘાટ આપીને વિવિધ મૂર્તિઓનું સર્જન કર્યું હતું અને ઉત્સાહભેર ઉજવણી કરી હતી. આંગણવાડીના બાળકોએ જાતે ગણેશજીની મૂર્તિઓ બનાવીને માટીની મૂર્તિનો ઉપયોગ પ્રેરી પર્યાવરણ જતન કરવાનો સંદેશ આપ્યો હતો.