અંબાજી ખાતે બસ ડેપો બાર આવેલુ BSCC કૉમ્પ્લેક્ષ જે નિગમ અને દુકાન ધારકો વચ્ચે લીઝ /સબ લીઝ કરાર મુજબ કરાર મા થયેલ એરીયા નો જ ઉપયોગ કરવાનો રહે છે તેની બહારના એરિયા નો દુકાન ધારકોએ ઉપયોગ કરવાનો રહેતો નથી તેમ છતા આ BSCC દુકાન ધારકો દ્વારા બહારના ભાગે ગેરકાયદેસર રીતે દબાણ કરવામા આવેલ છે જે લીઝ કરાર વિરુદ્ધ છે જેથી દુકાન ધારકો દ્વારા તાત્કાલિક અસરથી બિન અધિકૃત દબાણ સ્વખર્ચે દૂર કરવા જણાવવાનું આવે છે ,આવી નોટિસો તો એસ.ટી ડેપો દ્વારા ઘણી અપાઈ પણ દબાણ તો પાછુ લાગી જાય છે .ચાલતી ચર્ચા મુજબ દુકાનદાર નું કયા કર્મચારી સાથે સેટિંગ કરવામાં આવ્યું તે એક મોટો વિષય છે
એસટી ડેપો દ્વારા જે નોટિસ અપાઈ છે તેમા લખ્યુ છે કે ગેર કાયદેસર દબાણો કે અનઅધિકૃત બાંધકામ દૂર કરવામા નહિ આવે તો તમારા દ્વારા કરવામા આવેલ ગેર કાયદેસર દબાણ /બાંધકામ તમારા ખર્ચે અને જોખમે દૂર કરવામા આવશે જે થકી જે કોઈ નુકશાની /હાનિ થવા પામશે તેની સઘળી જવાબદારી તમારા શીરે રહેશે.તેમજ તમારો લીઝ કરાર / સબ લીઝ કરાર કરાર ના પેઝ નંબર ૭ ની શર્ત નંબર ૨ અન્વયે રદ કરવામા આવશે ,ત્યારબાદ તમારી કોઈ લેખિત /મૌખિક રજૂઆતો ધ્યાન પર લેવામા આવશે નહિ જેની નોંધ લેવી.
@@ગુરુવારે દબાણ હટાવવા આવ્યું. તો પાછુ નહિ લાગે તેની શું ગેરેન્ટી તેની દેખરેખ કોણ રાખશે @@
એસટી વિભાગ દ્વારા ૨૨ ફેબ્રુઆરી એ દબાણ દૂર કરાયું પણ પાછું દબાણ નહિ લાગે તેની ગેરંટી શુ ડેપો મેનેજરે લીધી છે કે પછી અગાઉ ની જેમ દબાણ હટ્યા બાદ ફરી દબાણ લાગી જશે,આ બિલ્ડીંગ બીયું પરમિશન વગર કેમ ચાલે છે કેમ આમા ફાયરની કોઈ જ વ્યવસ્થા નથી જો કોઈ મોટી ધટના બને તો તેની જવાબદારી કોની ?
શું આના માટે જવાબદાર એસ ટી વિભાગ કે પછી દુકાનદાર તો ખુલાસો કરવામાં આવે.આ કોમ્પ્લેક્સ માં પાર્કિંગ ની જગ્યા વાહન માટે જગ્યા હોય છે પણ તે દબાણ કેમ કે પછી નોટો ની વરસાદ થયો શું કર્મચારીઓ પણ નોટો ભાન ભૂલી જાય છે કે શું ???
@@ આવી નોટિસો ઘણીવાર આપી કેમ કરાર ની શરતો પ્રમાણે લીઝ રદ કરાતી નથી @@
અંબાજી એસટી ડેપો અને એસટી ડેપો ની આગળ આવેલા આ કોમ્પ્લેક્સ માં અવારનવાર એસટી વિભાગ તરફથી નોટિસ અપાઈ છે પણ કાયદેસરની કાર્યવાહી કેમ કરાતી નથી.શું આ એસટી વિભાગ ની લાપરવાહી કે શું???… દુકાનદાર ને સાથે સેટિંગ ડોટ કોમ કરને રસ મલાઈ માં રસ છે કે પછી આવનારા સમયમાં દબાણ પાછું લાગશે કે પછી નહીં લાગે તે એક ચર્ચા નો વિષય ઉઠવા પામ્યો છે
રિપોર્ટ…..અમિત પટેલ અંબાજી