Devotional

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ના ટેમ્પલ ઇન્સ્પેકટર અને વહીવટદારશ્રી દ્વારા એક ગરીબ બ્રાહ્મણ સાથે કરાતો અન્યાય…..

ગામ ના તમામ બ્રાહ્મણો ને પ્રવેશ પરંતુ આ એક જ બ્રાહ્મણ પર પાબંદી કેમ…..????

ન્યાય ની આશ લઈ દર દર ભટકતો ગરીબ બ્રાહ્મણ…..

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે માતાજી ની સેવા અને કર્મકાંડ કરી પેટિયું રળતા બ્રાહ્મણો,ભૂદેવો ને કામ અને દામ બન્ને મળી રહે છે.ત્યારે અહી એક એવા બ્રાહ્મણ પણ છે જેને પોતે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ના અધિકારીઓ – ટેમ્પલ ઇન્સ્પેકટર પ્રવીણ ગિરિ ગોસ્વામી, મિતેષ પંડ્યા, સહિત વહીવટદાર શ્રી તેમજ GISF ના સ્ટાફ દ્વારા અંબાજી મંદિર ના કોઈ પણ દ્વાર થી પ્રવેશ વાની મનાઇ ફરામવવા માં આવેલ છે.

અંબાજી મંદિર ખાતે દર્શને આવતા માઈ ભક્તો ને મંદિર –  ચાચર ચોક સહિત ના વિસ્તાર માં બ્રાહ્મણો ને પાઠ કરતા અને રક્ષા પોટલી બાંધતા જોઈ શકાય છે.ત્યારે અન્ય બ્રાહ્મણો ની જેમ જ  આ બ્રાહ્મણ નામે કલ્પેશ જાની કે જેઓ અંબાજી મંદિર ના ચોક માં આવતા – જતા યાત્રિકો ને ચાંદલા અને રક્ષા પોટલી બાંધી જે ઈચ્છા હોય તે મુજબ આપો એવી રીતે માંગ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા

પરંતુ અગમ્ય કારણોસર ટેમ્પલ ઇન્સ્પેકટર શ્રી ને શું ખુંચ્યું હશે કે વહીવટદાર શ્રી ને જાણ કરી તાત્કાલિક આ બ્રાહ્મણ ને મંદિર માંથી બહાર  કાઢી મુકાયા હતા અને gisf સ્ટાફ ને પણ કહી દેવાયું હતું કે આ વ્યક્તિ ને કોઈ પણ દરવાજે થી મંદિર માં પ્રવેશ આપવો નહિ ,ત્યારે પ્રશ્ન એ છે કે શા કારણ થી આ બ્રાહ્મણ ને પ્રવેશ બંધી કરવામાં આવી છે અને આટલા બ્રાહ્મણો દરરોજ મંદિર માં હવન – પૂજા કરવા / કરાવવા આવે છે તો પછી આ વ્યક્તિ ને પ્રવેશ કેમ નહિ?

ટેમ્પલ ઇન્સ્પેકટર મિતેષ પંડ્યા અને પ્રવીણ ગિરિ ગોસ્વામી એ આ બ્રાહ્મણ ના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો…..

અંબાજી મંદિર ના બંને ટેમ્પલ ઇન્સ્પેકટર મિતેષ પંડ્યા જે મહેસૂલી વિભાગ  અને પ્રવીણ ગિરિ ગોસ્વામી અવાર નવાર ચર્ચા ના કેન્દ્ર સ્થાને હોય છે. મિતેશ પંડ્યા આવ્યો ત્યારે થી હજુ સુધી અંબાજી વિકાસ સતા મંડળમાં ની ફાઇલ પર સહી પણ નથી કરવામાં આવી તેમના દ્વારા આ બ્રાહ્મણ કલ્પેશભાઈ જાની ના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

જ્યારે આ બન્ને ટેમ્પલ ઇન્સ્પેકટર પોતે કાયમ વિવાદો માં ઘેરાયેલા રહે છે.તેમાં પણ મિતેશભાઈ પંડ્યા જે પોતે બ્રાહ્મણ હોઈ તેમજ મહેસૂલી વિભાગ ના અધિકારી છે.તેઓ પોતે અગાઉ પણ મામલતદાર ના આદેશ નો ઉલ્લંઘન કરી પોતાની ગાડી પર એકઝીક્યુટિવ મેજિસ્ટ્રેટ  નું બોર્ડ લગાવી ને ફરવા ના વિવાદ માં ઘેરાયા હતા ,અને પ્રવીણ ગિરિ ગોસ્વામી જેઓ દ્વારા પાવડી પૂજા કરવા આવતા બ્રાહ્મણો જોડે મંદિર માં પ્રવેશ બાબતે માથાકૂટ કરવા અને તોછડાઈ પૂર્વક નું વર્તન કરવા ના આરોપ લાગેલ છે.તેઓ દ્વારા આ બ્રાહ્મણ ને મંદિર ના કોઈ પણ દ્વારા થી પ્રવેશ કરવા બાબતે પ્રતિબંધ લગાવવા માં આવ્યો છે.ત્યારે શું આ બ્રાહ્મણ મંદિર ની અંદર  કોઈ ગુનાઇત પ્રવૃત્તિ કરે છે કે પછી કોઈ સંગઠન સાથે જોડાયેલા છે કે તે કારણ થી તેમને પ્રવેશ નથી આપતો તે પ્રશ્ન અહીં વિચારવા બાબત છે..

કમલેશ જાની દ્ગારા કરવામાં આવ્યો ધજાના વહીવટ પર આક્ષેપ

અંબાજી મંદિર માં ધજા ના નામે 250ની ધજા  5100 ને 11,000 હજાર રૂપિયા લેવામાં આવતા હોઈ તેના મોટા કાળા બજાર કરતાનો આક્ષેપ અને બીજા હવન. ભટ્ટજીની ગાદી પર ને માતાજી  ના ગર્ભ ગૃહ માં બેઠેલા કાવડિયા પર આક્ષેપ કરવામાં આવ્યો હતા.

અંબાજી મંદિરના સિક્યુરિટી દ્વારા ધજા કાંડમાં પકડાયેલા બે બ્રાહ્મણો ઉપર પ્રતિબંધ મૂકવા છતાં હાલમાં આ બ્રાહ્મણો બિન્દાસ ધજાના નામે વહીવટ કરે છે

 થોડા મહિના અગાઉ સાત નંબર ગેટ આગળ ઊભા રહીને ધોતી પહેરેલા બે બ્રાહ્મણ  અંબાજી મંદિરમાં દર્શન કરવા આવતા યાત્રિકોને ફસાવવા માટે મીઠું મીઠું બોલીને ધજા ચઢાવતા હતા અને 250 ની ધજાના 1,500 રૂપિયા થી લઈને 5,100 રૂપિયા પડાવતા હતા, જેની ફરિયાદ સિક્યુરિટી ઇન્સ્પેક્ટર જોડે પહોંચતા આ બે બ્રાહ્મણ લોકોને મંદિર પ્રવેશવામા પ્રતિબંધ મૂક્યો હતો.

પરંતુ હાલમાં આ બે બ્રાહ્મણો બિન્દાસ અંબાજી મંદિરમાં ચાચર ચોકમાં ફરીને યાત્રિકોને ફસાવી રહ્યા છે અને ધજા નામે વહીવટ કરી રહ્યા છે. જાણકારી મળ્યા મુજબ દર મહિને હપ્તો પણ નક્કી કરવામાં આવ્યો છે

રિપોર્ટ અમિત પટેલ અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પત્રકારને ધમકી આપતા શાન મા સમજી જજો, દાંતા ના પત્રકારને ફોન પર ધમકી આપનારે માફી માંગી, પત્રકારોનો વિજય

દાંતા તાલુકામા અનેક માથાભારે તત્વો દ્રારા બે નંબરના ધંધા કરવામા આવી રહ્યા છે.…

1 of 6

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *