શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું છે એટલે આ નગરીને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી ખાતે મોટી મોટી ઇંગ્લીશ મીડીયમ શાળાઓ અને મોટા મોટા કોચિંગ સેન્ટર આવેલા છે.
પરંતુ અંબાજીની એલ જે ઠાકુર ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ પોતાની શાળામાં સાદગીથી અને દેખાડા કર્યા વગર સુંદર રીતે બાળકોને ભણાવે છે અને અને સ્પોટની માહિતી આપે છે. અંબાજી ખાતે હમણાં હમણાં મોટા મોટા કોચિંગ સેન્ટરો અને મોટી સ્કૂલો નાટકો કરીને બાળકો અને વાલીઓ પાસેથી પૈસા પડાવવાનું કામ કરે છે પણ બાળકોમાં સામાન્ય જ્ઞાન પણ અપાતું નથી ત્યારે એલ જે ઠાકુર ઇંગ્લીશ મીડીયમ સ્કુલે આ તમામ કોચિંગ સેન્ટર અને શાળાઓ માટે એક મિશાલ આપી છે કે સાદગીથી બધું થઈ શકે છે તેના માટે માત્ર મહેનત જરૂરી છે.
બનાસકાંઠા_ સાબરકાંઠા ઇન્ટર વાડો કાઈ કરાટે ચેમ્પિયન શિપ 2024 ખેડબ્રહ્મા માં આયોજિત કરાટે પ્રતિયોગિતા મા અંબાજી ની પહેલીવાર એલજે ઠાકુર ઇંગ્લિશ સ્કૂલ ચેમ્પિયન બની જેમાં mએલ જે સ્કૂલના બાળકો 7 ગોલ્ડ મેડલ, 5 રજત મેડલ અને 11 કાસ્યપદક મેડલ હાંસિલ કર્યા. કરાટે થાપા સર અને વાઈસ પ્રિન્સિપલ શ્રી યોગેશભાઈ સૂર્યવંશીની મહેનતથી બાળકો અને વાલીઓ દ્વારા એલજે ઠાકુર સ્કૂલ પરિવારને અભિનંદન આપવામાં આવી રહ્યા છે.
રિપોર્ટ…અમિત પટેલ અંબાજી