Gandhinagar

સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસ્સદો તૈયાર કરવા રચવામાં આવેલી કમિટીના અધ્યક્ષ અને સભ્યોએ મુખ્યમંત્રી ની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ની સૌજન્ય શુભેચ્છા મુલાકાત રાજ્યમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસ્સદો તૈયાર કરવા રચવામાં આવેલી કમિટીના અધ્યક્ષ અને સભ્યોએ ગાંધીનગરમાં લીધી હતી.

કમિટીના અધ્યક્ષ અને સુપ્રીમ કોર્ટેના નિવૃત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈ અને સભ્યો નિવૃત વરિષ્ઠ આઈ .એ .એસ સી .એલ .મીના, એડવોકેટ આર .સી .કોડેકર તેમજ ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર
દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતા બહેન શ્રોફ મુખ્યમંત્રી ને મળ્યા હતા.

રાજ્ય સરકારે આ કમિટી ની રચના કર્યા બાદ પ્રથમ વાર કમિટીના અધ્યક્ષ અને સભ્યોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના તમામ નાગરિકોને સમાન હક માટે સમાન નાગરિક ધારો-યુનિફોર્મ સિવિલ કોડનો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કરેલો છે.

આ હેતુસર, રાજ્ય સરકારે યુ.સી.સી.ની આવશ્યકતા ચકાસવા, કાયદા માટે મુસદ્દો તૈયાર કરવા માટે આ સમિતિની રચના કરી છે.

ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, મુખ્ય મંત્રી ના સચિવ શ્રીમતી અવંતિકાસિંઘ, ઓ .એસ .ડી રાકેશ વ્યાસ આ મુલાકાત વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું ગાંધીનગર ખાતે કરાયું અનાવરણ

ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાના ગાંધીનગર…

ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને ‘મંથન બેઠક’ યોજાઈ

ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ; ભારત સરકારના સહકાર મંત્રાલય દ્વારા “સહકારથી…

1 of 11

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *