AhmedabadGujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં નવનિર્મિત શ્રી ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ-પાલડી અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં 83 કરોડના ખર્ચે.તૈયાર થયેલ જી.એમ.આર.સી,એ.એમ.સી. અને રેલ્વે દ્વારા સહ નિર્મિત શ્રી ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ-પાલડી અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પાલડી અંડરપાસ પાલડી ક્રોસ રોડને લૉ ગાર્ડન સાથે જોડે છે તથા આંબાવાડી,લૉ ગાર્ડન,પાલડી તથા નવરંગપુરાના રહેવાસીઓ માટે સારી કનેક્ટિવિટી પ્રદાન કરવામાં મદદ કરશે.આ અંડરપાસના કારણે અમદાવાદ-બોટાદ રેલવે લાઈનની ટ્રાફિકની સમસ્યામાં રાહત થશે.

આ અંડરપાસની અન્ય વિશેષતાઓમાં,તેની બંને બાજુની દિવાલો પર આર્ટવર્ક છે જે અમદાવાદના કોટવિસ્તારનો વારસો,વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની ઝલક દર્શાવે છે.4 લેનના આ અંડર પાસની લંબાઈ 450 મીટર અને પહોળાઇ 16.6 મીટર છે.

83 કરોડના ખર્ચે નિર્મિત શ્રી ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ-પાલડી અંડરપાસને જી.એમ.આર.સી દ્વારા 47 કરોડ, એ.એમ.સી. દ્વારા 33 કરોડ અને રેલ્વે દ્વારા ૩ કરોડમાં મળી સહ નિર્માણ કરવામાં આવ્યો છે.

પાલડી અંડરપાસના લોકાર્પણ પ્રસંગે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન,ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ,ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી,મ્યુનિસિપલ શાસક પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ,દંડક શ્રીમતી શીતલબહેન,ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિ.ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી એસ.એસ.રાઠોડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી એમ થેન્નારસન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વસ્ત્ર મંત્રાલયના સહિયારે અમદાવાદમાં રિવર ફ્રન્ટ ખાતે હેન્ડલૂમ એક્સપોનું કરાયું ભવ્ય આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ ખાતે વસ્ત્ર મંત્રાલય ના સહયોગે ભારતીય…

રાજ્યના મહાનગરોમાં આજથી બે દિવસીય “મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નો પ્રારંભ થશે

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવનો કૃષિ મંત્રી…

અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતવીરોનું ભવ્ય સન્માન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત (SJAG)…

વૈષ્ણવદેવી સર્કલ પાસે પહેલ લેક વ્યૂ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગ, શોર્ટ સર્કિટ સર્જાતા બની ઘટના

ફાયર વિભાગની તાત્કાલિક કામગીરીથી પરિસ્થિતિ કાબૂમાં અમદાવાદ, સંજીવ રાજપૂત,…

નવા વાડજ ખાતે મેયર પ્રતિભાબેન જૈનના વરદ હસ્તે “સ્વ. વિનુભાઇ વ્યાસ સિનિયર સિટિઝન પાર્ક”નું નામાભિધાન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશ્ચિમ…

1 of 87

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *