bhavnagarEducationGujarat

સંકલિત બાળવિકાસ યોજના અંતર્ગત સિહોર તાલુકામાં શ્રેષ્ઠ કામગીરી માટે ઈશ્વરિયા ગામની આંગણવાડી કેન્દ્રનાં સંચાલક અને તેડાગરને માતા યશોદા સન્માન એનાયત થયેલ

સંકલિત બાળવિકાસ યોજના અંતર્ગત સિહોર તાલુકામાં શ્રેષ્ઠ કામગીરી માટે ઈશ્વરિયા ગામની આંગણવાડી કેન્દ્રનાં સંચાલક અને તેડાગરને માતા યશોદા સન્માન એનાયત થયેલ છે.

પાલિતાણામાં ધારાસભ્યશ્રી ભિખાભાઈ બારૈયાની મુખ્ય ઉપસ્થિતિમાં નારીશક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો જેમાં સિહોર તાલુકાનાં શ્રેષ્ઠ આંગણવાડી કાર્યકર શ્રી નિધીબેન દવે અને આંગણવાડી તેડાગર શ્રી રીનાબેન પરમારને ગુજરાત સરકારનાં મહિલા અને બાળવિકાસ વિભાગની સંકલિત બાળવિકાસ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૦/૨૧માં કામગીરી માટે માતા યશોદા સન્માન એનાયત થયેલ છે.

સિહોર તાલુકામાં ઈશ્વરિયાનાં ઈશ્વરપુર વિસ્તારની આંગણવાડી કેન્દ્ર ૩નાં આ સંચાલક અને તેડાગર દ્વારા વર્ષ ૨૦૨૦/૨૧ દરમિયાન સાર્વત્રિક બિમારીનાં સમયગાળામાં આંગણવાડી તેમજ ગામ માટે સરકારનાં આરોગ્ય જાગૃતિ સંબંધી કાર્યોમાં વિશેષ ફરજ નિભાવી હતી.

પાલિતાણા વિધાનસભા વિસ્તારનાં યોજાયેલ નારીશક્તિ વંદના કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી અંકિતભાઈ પટેલ,પાલિતાણા તાલુકા વિકાસ અધિકારીશ્રી શ્વેતાબેને ત્રિવેદી,સિહોર તાલુકા વિકાસ અધિકારીશ્રી પ્રીતિબેન ઠાકોરની ઉપસ્થિતિમાં સન્માન એનાયત થયાં છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પૂ .મોરારી બાપુના સાનિધ્યમાં કાગધામે (મજાદર)પદ્મશ્રી કવિ કાગબાપુની પુણ્યતિથિ નિમિતે કાગ એવોર્ડ એનાયત થશે

રજત મહોત્સવ અને પુણ્યતિથિ સુવર્ણ જયંતિ ઉજવણીનો પ્રારંભ આગામી તા.21 ફેબ્રુઆરી ના…

“મારું ટિકિટ, મારી શાન – વિકસિત ભારત માટે મારું યોગદાન” યાત્રી જાગૃતિ અભિયાનનું DRM દ્વારા શુભારંભ

રેલ મુસાફરોમાં ટિકિટ ખરીદી અંગે જાગૃતિ વધારવાના હેતુથી પશ્ચિમ રેલવેના તમામ…

ભાવનગર રેલવે મંડળ પર શહીદ દિવસના અવસરે બે મિનિટનું મૌન રાખીને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદોની સ્મૃતિમાં…

1 of 91

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *