શક્તિ,ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે. અંબાજી ખાતે છેલ્લા ઘણા સમયથી ક્રાઈમની ઘટના ખુબજ ઓછી જોવા મળતી હતી. અંબાજી જગતજનની માં અંબાનુ પ્રાચીન અને પવિત્ર તીર્થ સ્થળ તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે બુધવારે સવારે પોલીસને બાતમી મળી હતી કે ગબ્બર રોડ હનુમાન ટેકરી નજીકના એક કુવામાં કોઈ પુરુષની લાશ પડી છે અને ત્યારબાદ પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા મૃતકની લાશને બહાર કાઢવામાં આવી હતી.
પોલીસ સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકામાં અંબાજીના ગબ્બર સર્કલ પાસે પહાડ પર એક યુવકની હત્યા કરી તેને કૂવામાં ફેંકવામાં આવ્યો હતો.
આપુરુષ વડનગરનાં સિપોર ગામમા વસવાટ કરતો હતો આ પુરુષને મારીને કૂવામાં ફેંકવામાં આવ્યો હતો.કોઈ અજાણ્યાં ઈસમોએ યુવકની હત્યા કરી કૂવામાં ફેક્યો હતો.
ઘટનાની જાણકારી મળતા પોલીસ અને ફાયબ્રિગેડની ટીમ દ્વારા મૃતકની લાશને બહાર કાઢવામા આવી હતી.હત્યા કોણે અને કયા કારણોસર કરી તેનુ રહસ્ય હજુ અકબંધ રહ્યુ હતુ. આમ વડનગરના સિપોરમા રહેતા યુવકના અપહરણનો ભેદ ઉકેલાયો હતો પરંતુ અપહરણ બાદ યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ આ દિશામા તપાસ કરી રહી છે.આમ 5 દિવસ બાદ હત્યા કરાયેલી લાશ અંબાજી થી મળી આવી હતી.ભોગ બનનાર પુરુષનું નામ મહેશજી ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે. અંબાજી મા ચાલતી ચર્ચા મુજબ સિપોરના પુરુષની હત્યામાં અંબાજીનાકોઈ યુવકની હત્યામાં સંડોવણી હોવાની શક્યતા જોવાઈ રહી છે.
અંબાજી પ્રહલાદ પૂજારી