Breaking NewsLatest

અંબાજી મંદિરના શસ્ત્રોની પુજા સમી ના વૃક્ષ નીચે થઈ”

અમિત પટેલ.અંબાજી

જગવિખ્યાત ધામ અંબાજી ગુજરાત અને દેશનું સૌથી મોટુ શક્તિપીઠ છે આ ધામ અરાવલી ના પહાડો પર વસેલું છે અંબાજી ધામ મા નવરાત્રી પર્વ તાજેતર મા પૂર્ણ થયો છે આજે આખા દેશમા વિજ્યા દશમી નો પર્વ ભારે ધુમ ધામ થી ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે અંબાજી શક્તિપીઠ માં દશેરા ના પર્વ ને લઈને ભક્તો મોટી સંખ્યામાં અંબાજી આવ્યા હતા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તક ના અંબાજી મંદિર ના શસ્ત્રો ની પુજા પણ આજે માનસરોવર ખાતે આવેલા સમીના વૃક્ષ નીચે કરવામાં આવી હતી અંબાજી મંદિર ના ભટ્ટજી મહારાજ અને અંબાજી મંદિર ના અધિકારીગણ ની વિશેષ હાજરી મા આ મહા પુજા સમી ના વૃક્ષ નીચે પ્રાચીન કાળ થતી આવી છે.શુક્રવારે સાંજે 6-15 કલાકેઅંબાજી મંદિર ના 7 નંબર ગેટ થી મંદિર સ્ટાફ,સુરક્ષા કર્મીઓ અને ભટજી મહારાજ માનસરોવર ખાતે ગયા હતા ત્યા સમી ના વૃક્ષ નીચે શાસ્ત્રોક્ત વિધિ વિધાન થી આ પુજા કરાઈ હતી.

અંબાજી મંદિર ના ભટ્ટજી મહારાજ જયશિલ ઠાકર , વહીવટદાર એસ જે ચાવડા , સઘનસુરક્ષા પીએસઆઇ,બાંધકામ નાયબ ઈન્જીનીયર ,અંબાજી મંદિર ના પોલીસકર્મી,ગાદીના મહારાજ ,મંદિર ના સુરક્ષા કર્મીઓ અને જીઆઇએસએફએસ ના ગાર્ડ આજે આ પુજા મા જોડાયા હતા ,આજે અંબાજી મંદિર ના શસ્ત્રો બંદુક તેમજ અન્ય વેપન જેવા હથીયારો ની પુજા આજે સમી ના વૃક્ષ નીચે કરવામા આવી હતી ,સમી ના વૃક્ષ ને ચૂંદડી પહૅરાવી આરતી કરી આ પુજા પૂર્ણ થઇ હતી

:- અંબાજી પોલીસ સ્ટેશન મા પણ સમી પુજા કરવામાં આવી :-

આજે અંબાજી પોલીસ સ્ટેશન મા પણ વિદ્વાન પંડિતો ની હાજરી મા અંબાજી પીઆઇ જે બી આચાર્યની અધ્યક્ષસ્થાને આ શસ્ત્ર પુજા કરાઈ હતી અંબાજી પોલીસ ના શસ્ત્રો પણ આ પુજા મા મુકવામાં આવ્યા હતા અને આ વિધિ શાસ્ત્રોક્ત વિધિ વિધાન થી કરાઈ હતી અંબાજી પોલીસ મથક ના તમામ કર્મીઓ પણ આ વિધીમાં જોડાયા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વડાપ્રધાનની “એક ભારત – શ્રેષ્ઠ ભારત” સંકલ્પના સાકાર કરતો ત્રિ-દિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલ અમદાવાદમાં સંપન્ન

અમદાવાદ, સંજીવ રાજપૂત: દેશભરના રાજ્યોના લોક કલાકારોએ ઇન્ડિયન ફોક કાર્નિવલમાં…

1 of 721

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *