શક્તિ ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી મંદિર ખાતે માતાજીના ભક્તો દેશભર માથી માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અંબાજી મંદિર ના ગુજરાત અને અન્ય રાજ્યો માથી પણ ભક્તો દર્શન કરવા આવે છે ત્યારે 10 જૂનના રોજ સવારે અંબાજી નજીક પાડોશી રાજ્ય આબુરોડ ના ભક્ત વિજ્યકુમાર ચોરસીયા દ્વારા સોના અને ચાંદીના જુના આભૂષણ ભેટ સ્વરૂપે દાન આપીને ધન્યતા અનુભવી હતી.
આજ રોજ 10 જુનના સવારે 11 વાગે શુક્રવાર ના પાવન દિનેમાં જગદંબાના ચરણોમાં રાજસ્થાન આબુરોડ નિવાસી દાતાશ્રી વિજયકુમાર ચોરસીયા દ્વારા રૂપિયા 22,43,150 ની કિંમત ના 527.800 ગ્રામ વજનના સોનાના જૂના દાગીના અને રૂપિયા 43,200 ની કિંમતના 1110 ગ્રામ વજનના ચાંદીના જૂના કડા ભેટ માં પ્રાપ્ત થયેલ છે. આમ આજરોજ આબુરોડ નિવાસી વિજયકુમાર ચોરસીયા દ્વારા એક જ દિવસમા રૂપિયા 22,86,350 ની કિંમતના સોના ચાંદીના દાગીના ભેટ માં પ્રાપ્ત થયેલ છે. જય અંબે..
અંબાજી પ્રહલાદ પૂજારી