Breaking NewsLatest

અગમચેતીના પગલા : તાઉ ‘તે સંભવિત વાવાઝોડા સંદર્ભે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં અસરગ્રસ્ત માટે અલાયદા વોર્ડ કાર્યરત

અમદાવાદ જિલ્લા કલેક્ટરની સૂચનાથી સમગ્ર કામગીરી તાદીકે હાથ ધરાઇ
*****************
તાત્કાલિક સારવાર કેન્દ્રમાં 40 પથારીની સુવિધા  સહિતના અલાયદા બે વોર્ડ કાર્યરત કરવામાં આવ્યા
………………………….
તાઉ’તેની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રીની સૂચનાથી અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં અલાયદી ૪૦ પથારીની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ જિલ્લા તેમજ શહેરમાં તાઉ’તે ના સંભવિત વાવાઝોડાની અસરથી જાનમાલને હાનિ ન પહોંચે અથવા કોઇ વ્યક્તિ ઇજાગ્રસ્ત બને ત્યારે તેને સત્વરે સારવાર મળી રહે. તેની અગમચેતીના ભાગરૂપે આ સમગ્ર વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેની સૂચના થી અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. પીના સોની દ્વારા ટ્રોમા સેન્ટરમાં અલાયદા બે વોર્ડ કાર્યરત કરાવવામાં આવ્યા છે. જેમાં ૪૦ પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે.
તાત્કાલિક સારવાર કેન્દ્રમાં સંભવિત અસરગ્રસ્તોને તમામ પ્રકારની આક્મિક સારવાર મળી રહે તે માટેનું સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અને તાઉ’તે વાવાઝોડાના આગોતરા આયોજનના ભાગરૂપે કોરોનાની તમામ ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન થાય તેનું ધ્યાન રાખીને સમગ્ર વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *