Breaking NewsLatest

અપની દિવાલી અપને લોગો કે લિયે દિવાલી..જામનગરમાં સ્વદેશી અપનાવો અંતર્ગત દિવ્યાંગ બાળકોના દિવડાની ખરીદી કરી ચાઈનીઝ દિવડાઓનો કરાયો વિરોધ.

જામનગર : ભારત તિબ્બત સંઘ જામનગર જિલ્લા-શહેર મહિલા વિભાગ દ્વારા ગુજરાત પ્રાંત માંથી મળેલી સૂચના અનુસાર દિવાળીના તહેવારોમાં સ્વદેશી વસ્તુઓના વપરાશ પર ભાર મુકતા દિવ્યાંગ બાળકો એ બનાવેલા દિવડાઓની સામુહિક ખરીદી કરવામાં આવી હતી.

જામનગરના મેહુલનગર ટેલિફોન એક્સચેન્જ નજીક આવેલા ૐ ટ્રેનિંગ સેન્ટર ના દિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવેલા સંપૂર્ણ સ્વદેશી દીવડાઓ ખરીદ કરી ચાઈનીઝ દિવડાઓનો વિરોધ કરીને ભારત તિબ્બત સંઘ દ્વારા ઉદાહરણરૂપ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

ભારત તિબ્બત સંઘના જામનગર જિલ્લા અધ્યક્ષ ડિમ્પલબેન રાવલે જણાવ્યું હતું કે અપની દિવાલી અપને લોગો કે લીએ દિવાલી કાર્યક્રમ હેઠળ આગામી દિવાળીમાં સઘની તમામ બહેનો સ્વદેશી વસ્તુઓ જ ઉપયોગ માં લેનાર છે જેના ભાગરૂપે આજે દિવ્યાંગ બાળકોએ બનાવેલા દિવડાની ખરીદી કરવામાં આવી અને અન્ય લોકો ને ખરીદ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ૐ ટ્રેનિંગ સેન્ટર ના સંચાલક અને જેમને દિવ્યાંગ બાળકો ને દીવડા બનાવવાની પ્રેરણા આપી તે ડિમ્પલ બેન મેહતા, ભારત તિબ્બત સંઘ જામનગર જિલ્લા- શહેર ના અધ્યક્ષ ડિમ્પલબેન રાવલ, ધારાબેન પુરોહિત, પૂર્ણિમાબેન નંદા, પારુલબેન સોની અને પ્રીતિબેન પંડયા સહિતના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *