Breaking NewsLatest

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીના સ્વજનોને નિસ્વાર્થભાવે ભોજન પુરુ પાડતા દાતાશ્રી. ૨૭૦ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું.

અમદાવાદ: સોલા સિવિલ હોસ્પિટલમા દાખલ થનાર દર્દીની સાથે તેમના સ્વજનો પણ આવતા હોય છે. તેમના પરિવારજનોની ચિંતાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમા હેલ્પ ડેસ્ક કાર્યરત કરવામાં આવ્યું છે. કોરોનગ્રસ્ત દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થાપ્ન કરવામાં આવ્યું છે.
હેલ્પ ડેસ્ક પરથી દર્દીની સ્વાસ્થય સંબધી તમામ માહિતી પરિવારજનોને મળી રહે તે માટે ઓડિયો અને વિડિયો કોલિંગ દ્વારા વાતચીત પણ કરાવવામાં આવે છે. અનેક દાતાઓ અને સેવાભાવી સંગઠનો, સંસ્થાઓ દ્વારા દરરોજ અહી આવીને સ્વૈચ્છિક રીતે પોતાના સ્વખર્ચે દ્વારા નાસ્તો,પાણીની બોટલો અને જમવાનું દર્દીના સ્વજનોને આપવા માટે આવે છે. અને તેઓ માત્ર સેવા ભાવનાની મદદથી જ આ કાર્યમા જોડાઈને દર્દીના સગાવ્હાલાઓનો જઠરાગ્નિ ઠારવાનું માનવતાનું કાર્ય કરે છે .
આજે એક સેવાભાવી વ્યક્તિ તરફથી ૨૭૦ જેટલાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતુ, જેનું સંચાલન અને વ્યવસ્થાપન અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રની ટીમ દ્વારા કરાયુ હતુ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *