Latest

અરવલ્લીમાં જમીન રિ – સર્વેમાં પડતર વાંધા અરજીઓનો નિકાલ ન થતાં રોષ

– 4 વર્ષ વિતવા છતાં 6000 ખેડૂતોની અરજીઓ પેન્ડિંગ હોવાની ખેડૂતોમાં બૂમ

– રિ – સર્વે દરમિયાન ખેડૂતોના નકશા અને સર્વે નંબર બદલાઇ અન્યના નામે થયાનો આક્ષેપ

અરવલ્લીમાં જમીન રિ – સર્વે દરમિયાન 22 હજાર કરતાં વધુ ખેડૂતોએ વાંધા અરજીઓ રજૂ કરી હતી . જોકે 4 વર્ષ વિતવા છતાં રિ – સર્વે કામગીરી પૂર્ણ ન થતાં ખેડૂતો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની બૂમ ઉઠી છે . ભિલોડાના ખેરંચાના અને મોડાસાના વજાપુરની સીમમાં જમીન ધરાવતા ખેડૂતોએ જણાવ્યું કે જિલ્લાની ડી.એલ.આર કચેરીમાં વાંધા અરજી આપવા છતાં જમીન રિ – સર્વેમાં થયેલી ક્ષતિમાં સુધારો નકશા અને સાત બારના ઉતારામાં સુધારા ન થતાં ખેડૂતો સરકારી લાભોથી તેમજ સહકારી બેંક અને રાષ્ટ્રીયકૃત બેંકો અને સેવા સહકારી મંડળીમાંથી મળતા કેસીસીના લાભો પણ બંધ થઇ જતાં ખેડૂતોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે . જિલ્લાના ડીએલઆર વિભાગ દ્વારા જમીનની સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી અને 15 હજાર કરતાં વધુ વાંધા અરજીઓનો નિકાલ કરાયો હતો . ખેડૂતોના જમીનોના મોટાભાગના પડતર પ્રશ્નો નો સ્થળ ઉપર જઈને નિકાલ કરવા સરકારના આદેશ અનુસાર જિલ્લામાં અભિયાન હાથ ધરાયુ હતું . ત્યારબાદ મોડાસા માલપુર અને ભિલોડા તેમજ મેઘરજ તાલુકાના ખેડૂતોની જમીનોમાં રિ – સર્વેની કામગીરી દરમિયાન સર્વે નંબરમાં ઉલટસૂલટ થયેલા નંબર તેમજ ખેડૂતોને જમીનના મૂળ સર્વે નંબરની જગ્યાના બદલે આ સર્વે નંબર કાકાના અથવા ભાઇના નામે થઈ જતાં ખેડૂતો જિલ્લામાં ડીએલઆર કચેરીમાં રજૂઆત કરી હતી . ખેરંચા અને વજાપુરની સીમમાં જમીન ધરાવતા ખેડૂતોએ જણાવ્યું કે વર્ષ 2016 તેમજ વર્ષ 2017 માં અને 2018-19માં પણ ખેડૂતોએ જમીન દફતર સુધારણા માટે લેખિતમાં રજૂઆત કરી હતી . પરંતુ પડતર અરજીઓ નિકાલ ન થતાં ખેડૂતોને જમીનનો નકશામાંથી અને ગામની સીમમાંથી ખોવાઈ જતા ખેડૂતો માટે આફત ઊભી થઈ હોવાની બૂમ ઉઠી છે . ખેડૂતોને જમીનના દસ્તાવેજો અનુસાર ન મળતાં સરકારી લાભો અને સહાય મળવાની બંધ થઈ જતાં પોતાની છતી જમીને ખેડૂતોને રઝળપાટ કરવી પડી રહી છે .

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *