કપિલ પટેલ દ્વારા અરવલ્લી
રાજ્યમાં ૧૨ થી ૧૪ વય જુથના બાળકોનું કોવિડ વેકસીનેશનનો ૧૬ માર્ચથી પ્રારંભ કરાયો છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના કુલ ૪૨૭૭૯ બાળકોને આવરી લેવાની આરોગ્યતંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઇ છે. ત્યારે આજ સુધીમાં જિલ્લાના ૧૨ થી ૧૪ વર્ષના વય જુથના બાળકોના કોવિડ-૧૯ રસીકરણની ૫૬ ટકા જેટલી પ્રથમ ડોઝની કામગીરી થઇ છે. જેમાં જિલ્લાના ૨૨ માર્ચ ૨૦૨૨ સુધીમાં ૨૪૦૯૪ બાળકોને નવી કૉર્બેવેક્સ વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવેલ છે.
અરવલ્લી જિલ્લાના ૨૦૦ થી વધારે કેન્દ્રો પર આરંભાયેલા રાષ્ટ્રીય રસીકરણ અભિયાન અંતર્ગત જિલ્લાના ૪૨૭૭૯ વધુ બાળકોને આવરી લેવાની આરોગ્યતંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઇ છે. જેમાં આરોગ્ય વિભાગની ૨૦૦ થી વધારે ટીમો દ્રારા કોવિડ રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રથમ વેકસીનેશન શેસનમાં જિલ્લાના ૨૪૦૯૪ વિધાર્થીઓએ નવી કાર્બેવેક્સ વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.
કલેકટરશ્રી ડો.નરેન્દ્રકુમાર મીના તથા જીલ્લા વિકાસ અધિકારીશ્રી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ અને મુખ્ય જિલ્લા અધિકારીશ્રી ડો.આર.જી.શ્રીમાળી ની રાહબરી હેઠળ ૧૨ થી ૧૪ વર્ષના વય જુથના બાળકોનું કોવિડ-૧૯ રસીકરણ” કરવાનું આરોગ્ય શાખા અરવલ્લી જિલ્લા પંચાયત દ્વારા સુનિશ્ચિત આયોજન કરવામાં આવ્યુ છે.