કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થા સમીક્ષાની બેઠક મળી. જેમાં જિલ્લાના કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે યોગ્ય પગલાં લેવાં સૂચના અપાઈ.

જીલ્લામાં ટ્રાફિક સંદર્ભે હેલ્મેટ, ઓવરલોડિંગ, રેડિયમ રિફલેકટર સહીતના કેસ અંગે ચર્ચા કરાઇ. રોડ સેફ્ટીને લઇને કરાયેલ કાર્યક્રમોની પણ સમિક્ષા કરાઈ. પેટ્રોલપંપમાં કરાયેલ તપાસ અને કાર્યવાહીની સમિક્ષા કરાઈ. બેઠકમાં જીલ્લાના ફૂડ અને સેફ્ટી વિભાગની કામગીરીની પણ ચકાસણી કરવામાં આવી.

બેઠકમાં જીલ્લામાં નોંધાયેલ ગુનાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી. જિલ્લામાં નોંધાયેલ ગુના અંગે પણ નોંધ લેવાઈ. આ સાથે જિલ્લામાં ગુનાખોરી, નશાખોરી , દારૂબંધી, એટ્રોસીટી, દહેજપ્રથા, બાળલગ્ન, બાળમજૂરી રોકવા લેવાયેલ પગલાંની ચર્ચા કરાઈ. જીલ્લામાં બહાર પડાયેલ જાહેરનામાની યોગ્ય અમલવારીની સૂચના અપાઈ.આ ઉપરાંત જિલ્લાને વધુ સલામત કઈ રીતે બનાવી શકાય તે અને પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યું. જુઓ

બેઠકમાં જિલ્લા અધીક નિવાસી કલેકટર શ્રી એન. ડી.પરમાર, જિલ્લા પોલીસ વડા નવીન પટેલ , સહીત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
















