કામો નું ડુપ્લીકેશન થાય નહિ અને ગુણવત્તાસભર કામો થાય અને પ્રજાને સમયસર યોજનાના લાભો મળી રહેશે
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સામાન્ય વહીવટ વિભાગના સચિવ ના આદેશ ના પગલે રાજ્ય સરકારશ્રી દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓ મા વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળ ની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ હેઠળ ખૂટતા કડીરૂપ પાયાના કામો જેવાકે રસ્તાના કામો , ડીપ ગરનાળા , પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓ ની કંપાઉન્ડ વોલ, પીવાના પાણી ની સુવિધા માટે બોર મોટર , હેન્ડ પંપ વીજળીકરણ ને લગતા સ્ટ્રીટ લાઈટના કામો ,સ્મશાનગૃહ સહિત અનેક પ્રકારના કામો માટે પ્રતિવર્ષ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવે છે આ કામો નું ડુપ્લીકેસન થાય નહિ અને ગુણવત્તાસભર કામો થાય અને પ્રજાને સમયસર યોજનાના લાભો મળી રહે તે માટે રાજ્ય ના સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગના સચિવ રાકેશ શંકર દ્વારા મંજૂર કરવામાં આવેલ તમામ કામો ના ત્રણ સ્ટેજ ના ફોટા જીઓ ટેગીંગ એપ્લિકેશન પર અપલોડ કરવાનું ફરજિયાત કરવામાં આવેલ છે જેના પગલે અરવલ્લી જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભી દ્વારા જિલ્લાના તમામ અમલીકરણ અધિકારી ઓ ને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ નો ચુસ્તપણે અમલ કરવા અને જિલ્લામાં 100% કામો નું જીઓ ટેગિંગ કરવા જણાવવામાં આવેલ છે