રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત.
10માં ધોરણમાં અભ્યાસ કરતા લીના બેન કિશોર દેવરેએ માહિતી આપતા જણાવ્યું હતું કે તેના પિતા સંચા ખાતામાં કામ કરે છે અને માતા પણ ઘરે કામ કરે છે .10માં ધોરણમાં જેવી અપેક્ષા હતી એટલા મને માર્ક્સ મળ્યા હવે આગળ મને કોમર્સ વિભાગમાં અભ્યાસ કરી બેંકિંગ લાઈનમાં આગળ વધવાનું છે. 99 ટકા લાવ્યા માટે દરરોજ 8 થી 10 કલાક અભ્યાસ કરતી હતી સ્કૂલ અને ઘરેથી પરિવારનો અને શિક્ષકોનું પણ ખૂબ સાથ સહકાર મળ્યો જેથી આજે આટલા સારા પરિણામ આવ્યા છે.
સુરતની સરકારી શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓએ ફરી ડંકો વગાડ્યો
સુમન શાળાના બે વિધાર્થીઓએ મેળવ્યા 99.5 પરસેન્ટઇલ રેન્ક
પિતા લુમ્સ મશીનમાં કામ કરી ઘર ચલાવે છે
ગણિતમાં 80માંથી 80 નમ્બર લાવ્યા