કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સમગ્ર ભારત દેશ સહિત ગુજરાત ના તમામ સમાજની જનતા જનાર્દનને સુખ સુવિધાવાળું જીવન મળે અને એમની સુખાકારી મા ઉત્તરોત્તર વધારો થાય તે માટે ભારત દેશના યશસ્વી વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી એ હરહંમેશ ચિંતા કરી છે જેના ફળસ્વરૂપે આજે ભારત સરકારશ્રી દ્વારા તેમજ ગુજરાત સરકાર શ્રી દ્વારા અનેક વ્યક્તિલક્ષી અને જાહેર હિત ની વિકાસ યોજનાઓ અમલ મા મૂકવામાં આવી છે
દીર્ઘદ્રષ્ટિ અને કુશાગ્રબુદ્ધી શક્તિ ધરાવતા યુવા પેઢી ને નવી દિશા ચિંધનાર વિકાસ પુરુષ એવા માનનીય વડાપ્રધાનશ્રી
દીર્ઘદ્રષ્ટિ અને કુશાગ્રબુદ્ધી શક્તિ ધરાવતા યુવા પેઢી ને નવી દિશા ચિંધનાર વિકાસ પુરુષ એવા માનનીય વડાપ્રધાનશ્રી રાષ્ટ્રહિત માટે ની અકલ્પનીય વિલક્ષણ વિચારશક્તિ ને પરિણામે સમગ્ર વિશ્વમાં ભારત દેશના યશ કીર્તિ માન મોભા મા વધારો થયો છે જે હાલ માં ચાલુ રહેલ યુક્રેન અને રશિયા યુધ્ધ મા સમગ્ર વિશ્વ સહિત ભારતની જનતા જનાર્દને જોયું છે આજે ચાણક્ય નીતિ અપનાવી તટસ્થ નીતિ અપનાવી યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરી ભારતના ઉજ્જવળ ભવિષ્યના દર્શન જાહેર જનતા ને કરાવ્યા છે
કોરોના મહામારી જેવી ભયાનક પરિસ્થિતિ મા પણ અડગ રહી ભારતને વિકાસની નવી દિશા આપી દેશની આર્થિક પરિસ્થિતિ મા સુધારો લાવ્યા છે
સફળતાપૂર્વક સમગ્ર દેશમાં 100%. વેક્સિન અભિયાન થકી
સમગ્ર વિશ્વ મા ભારત દેશને ગૌરવ અપાવ્યું
કોરોના મહામારી ને કારણે સર્જાયેલી વિશ્વ મહામંદી ની પરિસ્થિતિમા પ્રજાના જાહેર આરોગ્ય ની ચિંતા કરીને ભારત દેશમાં જ કોરોના વેક્સિન તૈયાર કરવા ફાર્માસ્યુટિકલ સેક્ટર સાથે સંકળાયેલા નિષ્ણાતોને પ્રોત્સાહિત કરી ખુબજ ટુંકાગાળામાં વેક્સિન તૈયાર કરી દેશની જાહેર જનતા ને કોઈ પણ પ્રકારના જ્ઞાતિ જાતિ ના ભેદભાવ વગર વિનામૂલ્યે વેક્સિન અભિયાન ચલાવી 100 કરોડ કરતા પણ વધારે જનતા જનાર્દન ને વિના મૂલ્યે વેક્સિન આપી સમગ્ર વિશ્વ મા ભારત દેશને ગૌરવ અપાવ્યું છે જે વંદનીય છે સરાહનીય છે
એટલુજ નહિ કોરોના મહામારી ના કારણે સર્જાયેલ લોક ડાઉન ના પરિણામે દેશની આર્થિક સ્થિતિ ની ચિંતા કર્યા જરૂરિયાતમંદ પ્રજા માટે 20 લાખ કરોડ ઉપરાંત ની સહાય પૂરી પાડી સાથે સાથે કિસાનો ને પણ આર્થિક મુશ્કેલી ના કપરા સમયમાં રોકડ સહાય પૂરી પાડી લોકસેવા નું ઉમદા કાર્ય કરી ભારતીય અર્થતંત્રને બળ મળે તે માટેના સંનિષ્ઠ પ્રયાસો માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યા
વધુમાં તાજેતર મા અમદાવાદ ખાતે યોજવામાં આવેલ સંમેલન મા ગુજરાતભર ના સરપંચશ્રીઓ ને અભિનંદન આપતા માનનીય વડાપ્રધાનશ્રી એ તમામને ગામમાં કોઈ વ્યક્તિ ગરીબ ના રહે અને આઝાદી ના અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે દરેક ગામમાં 75 વૃક્ષો ઉછેરવા અને ગ્રામજનો ની ઉપસ્થિતિમાં ગામની શાળાના જન્મ દિવસ ની દરવર્ષે ઉજવણી કરવા અને બોરી બંધ યોજનાનો ઉલ્લેખ કરી ગામના વિકાસમા સહભાગી બનવા મહત્વના સૂચનો કર્યા હતા એમ અરવલ્લી જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભીએ જણાવ્યું હતું