Breaking NewsLatest

ઊનાના સૈયદ રાજપરા પંચાયતમાં માત્ર 130 રૂપિયા ખર્ચી ઉમેદવાર સરપંચ બની ગયા

( ચા પાણી મતદારોની પીધી. વિવિધ પ્રશ્ર્નો ઉકેલવાની ખાતરી આપી)

સામાન્ય રીતે ચુંટણીઓમાં ઉમેદવારો મતદારોને રીઝવવા
માટે મસમોટો ખર્ચ કરતા હોય છે. પરંતુ ઊનાના સૈયદ રાજપરા ગ્રા. પં. ના નવનિયુક્ત સરપંચે માત્ર 130 રૂપિયાનો ખર્ચ કરી વિજય મેળવ્યો છે.


સૈયદ રાજપરા ગ્રા. પં. માં 34 વર્ષીય ભરતભાઈ વાઘજીભાઈ કામળીયાએ સરપંચ પદે ઉમેદવારી નોધાવી હતી. અને મિત્રોના સહકારથી તમામ વોર્ડમાં પેનલ બનાવી હતી. સામેપક્ષે પણ સક્ષમ ઉમેદવાર ચુંટણીજંગમાં ઉતર્યા હતા. પરંતુ ભરતભાઈ એ કોઈ નેગેટિવ પ્રચાર કર્યો ન હતો. ફકત એક જ વાત કહી હતી કે પાંચ વર્ષ દરમિયાન અમે શું કરીશું. ચુટણીમાં લોકોએ સારા એવા મતથી વિજય થયો હતો. આ ઉમેદવારે ગામમાં 10 દિવસ સુધી મતદારોને મળી સમસ્યાઓ ની વાત કરી હતી. અને ચુંટાશું તો કામ કરવાનો સંકલ્પ લીધો હતો. મતગણતરી દરમિયાન આ ઉમેદવારનાં ખીસ્સામાં 20 રુપિયા હતા અને તેમની પણ પણ પાણીની બોટલ મંગાવી હતી. સ્લીપ અને બેનરનો ખર્ચ તેમના મિત્રોએ કર્યો હતો. ચુંટણી બાદ આગેવાનો તેમનુ હારતોરા કરી સન્માન કરવા ગયા હતા. પરંતુ ભરતભાઈ એ હાર પહેરવાની ના પાડી કહ્યુ હતું કે, જે પૈસા આ હારનાં થાય તેમનું ઘાસ લઈ ગાયોને ખવડાવજો
આ ઉપરાંત ગામમાં પાણીની સમસ્યા તેમજ શાળામાં શિક્ષકોની ઘટને લી ઉચ્ચકક્ષાએ રજુઆત કરી આ પ્રશ્નન નો હલ કરવાની ખાતરી આપી હતુ.

પાયલ બાંભણિયા
ઉના

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *