Breaking NewsLatest

એર ઇન્ડિયા અને ફિજિ એરવેઝના સાહિયારે પહોંચી મદદ. વાવાઝોડાંથી તારાજ થયેલા ફિજિને ભારતે મોકલી 6 ટનથી વધુ રાહત સામગ્રી

દિલ્હી: ભારતે વાવાઝોડાંથી અસરગ્રસ્ત ફિજિને છ ટનથી વધુની રાહત સામગ્રી મોકલી છે. આ ઉપરાંત, બીજી મદદ 6 જાન્યુઆરીને રોજ મોકલવામાં આવી છે. આ સંદર્ભે ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે કોરોના મહામારીના કારણે ઊભા થયેલા પડકારો છતાંપણ એનડીઆરએફની ટીમે ખૂબ ઓછા સમયમાં છ ટનથી વધુ રાહત સામગ્રી ભેગી કરી, જિને એર ઇન્ડિયા અને ફિજિ એરવેઝની મદદથી સિડની થઈને ફિજિ મોકલવામાં આવી.

વિદેશ મંત્રાલયે કહ્યું કે દક્ષિણના પ્રશાંત મહાસાગરમાં સ્થિત ટાપુ સમાન દેશ ફિજિમાં 17 અને 18 ડિસેમ્બરના રોજ ગ્રેડ 5નું ‘યાસા’ નામનું વાવાઝોડું આવ્યું હતું, જેણે મોટા પાયે ફિજિને નુકસાન પહોંચાડીને મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરી નાખ્યું હતું. ભારત સરકાર દ્વારા મોકલવામાં આવેલી રાહત સામગ્રીમાં આશ્રય અને સ્વચ્છતા કિટ સામેલ છે, જે વાવાઝોડાંથી અસરગ્રસ્ત સમુદાયોને તાત્કાલિક સહાયતા પ્રદાન કરશે.

વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું કે બંને દેશો વચ્ચે ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો છે. 2016માં ફિજિમાં આવેલા ‘વિન્સ્ટન’ વાવાઝોડાંએ પણ ખૂબ તારાજી સર્જી હતી અને ત્યારે પણ ભારત ફિજિની પડખે મજબૂતીથી ઊભું રહ્યું હતું. ‘યાસા’ વાવાઝોડાંને ધ્યાનમાં રાખીને હવે જે રાહત સામગ્રી મોકલવામાં આવી છે, તે મિત્રદેશોને પહેલી પ્રતિક્રિયા તરીકે માનવીય સહાયતા તેમજ આફતમાં રાહત સામગ્રી ઉપલબ્ધ કરાવવાની ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *