જામનગર: કેન્દ્ર સરકારના 8 વર્ષ પૂર્ણ થતાં જામનગર જિલ્લા બીજેપી દ્વારા પત્રકારો સાથે સંવાદ કાર્યકમનું આયોજન કરાયું હતું.
જામનગર મહાનગર જિલ્લા ભાજપ દ્વારા કેન્દ્ર સરકારના 8 વર્ષ પૂર્ણ થતા સુશાસન ગરીબ કલ્યાણના અનુસંધાને કરવામાં આવેલ કાર્યો અને સિદ્ધિના ઉપલક્ષમાં પત્રકારો સાથે પ્રેસવાર્તા સાથે સંવાદ કાર્યક્રમનું શહેર ભાજપ કાર્યાલય ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેવભૂમિ દ્વારકા અને જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા કેન્દ્ર સરકારના 8 વર્ષની ઉપલબ્ધી, કર્યો અને સિદ્ધિની વિસ્તૃત જાણકારીની રૂપરેખા આપવામાં આવી હતી.
સાંસદ પૂનમબેન માડમ દ્વારા વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આયુષમાન ભારત દ્વારા લોકોને અનેક ઉપયોગી નીવડ્યું છે જેના દ્વારા આજે લોકો સારી ચિકિત્સા મેળવી રહ્યા છે. સરકાર કેટલી સંવેદનશીલ
ભૂતકાળમાં 15 પૈસા લોકો સુધી પહોંચે છે અને 85 પૈસા ખવાઈ જાય છે તેવી પાછલી સરકારની લાચારી સામે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોજનાના માધ્યમથી રકમ લાભાર્થીને પછી ભલે તે ખેડૂત હોય, બહેનો હોય કે યુવા હોય સીધી તેમના ખાતામાં પહોંચે તે કાર્યને પૂર્ણ કરી બતાવ્યું. દરેક રાજ્ય કેન્દ્રની કોઈને કોઈ યોજના સાથે જોડાયેલ છે. બીજી અન્ય સિદ્ધિઓ જણાવતા 130 કરોડ દેશવાસીઓની સેવા કરવી તેવી એમની ફરજ છે તેવું ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનું માનવું છે. જનધન યોજના, મુદ્રા યોજના હોય કે આયુષમાન યોજના આ અલગ અલગ યોજનાઓની ગ્રાન્ટ સીધી જે તે મહાનગરોની સંલગ્ન સંસ્થાઓ દ્વારા મેળવવામાં આવે છે. આ ઉપરાંત હર ઘર જલ યોજના, પીએમ કિસાન યોજના, કોરોનાની મહામારી સમયે અર્થતંત્ર અને સુધારો, તેમજ અન્ય યોજનાઓ દ્વારા સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથે સતત યોજનાઓ દ્વારા વિકાસને વધાવતા જોવા મળ્યા છે. આજે તેમના થકી જામનગર ખાતે WHO નું વિશ્વનું સૌથી મોટી ઓફિસ આકાર પામશે તેની ભેટ આપી. ઉપરાંત જ્યાં સૌરાષ્ટ્ર જે આરોગ્ય ચિકિત્સાથી વંચિત રહેતું હતું તે હવે ન રહેતા અદ્યતન હોસ્પિટલની ભેટ સૌરાષ્ટ્રને આપવામાં આવી છે. જામનગર થી અમૃતસર નેશનલ કોરિડોર જામનગર શહેરની શરૂઆત થાય તેવા પણ પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. દરિયાઈ પટ્ટો મોટો હોવાથી તેનો વધુમાં વધુ કેમ ઉપયોગમાં લઈ શકાય તે અંગેની સુવિધા માટે પણ કેન્દ્રમાં રજુઆત કરવામાં આવી છે. આ ઉપરાંત તેમને કેન્દ્ર સરકારની અન્ય તમામ યોજનાઓ ઉપલબ્ધી વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.
આ કાર્યક્રમમાં ભાજપ શહેર પ્રમુખ ડૉ વિમલભાઈ કગથરા, મીડિયા કન્વીનર ભાર્ગવભાઈ ઠાકર સહિત ભાજપ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.