Breaking NewsLatest

ખેડૂતો અને પશુ પાલકો ને પોષણક્ષમ ભાવ મળે  લાભકારી ભાવ માટે રાષ્ટ્ર વ્યાપી ધરણા અને આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ યોજાશે 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ખેડૂતોની વર્ષો જુની મુખ્ય માંગણી એક જ હોય છે ખતીની ઉપજના હંમેશા પોષણક્ષમ લાભકારી ભાવ મળે તે સંદર્ભે મુખ્ય આશય સાથે તા. 8 મી સપ્ટેમ્બરે – 2021 ના રોજ ભારત દેશના 513 જીલ્લા મથકો ઉપર ધરણા કરીને ખેડૂતોના વિવિધ સંગઠનો દ્વારા મુખ્ય સમસ્યા સંદર્ભે આવેદન પત્રો મોકલાવ્યા પરંતુ આજ દિન સુધીમાં કોઈ જ પ્રત્યુતર નહિ મળતા તમામ તાલુકા મથક ખાતે ખેડૂતો ધરણા કરીને તા.11,01,2022 ના રોજ આવેદન પત્ર રાષ્ટ્રપતિ, રાજયપાલ ને મોકલી આપવાનો કાર્યક્રમ ખેડૂતો દ્વારા

યોજાશે

ભારતીય કિસાન સંઘ,ગુજરાત પ્રદેશ દ્વારા આયોજીત કાર્યક્રમ અન્વયે જણાવ્યું હતું કે ખેડૂતોને લાભકારી ભાવ માટે રાષ્ટ્ર વ્યાપી ધરણા અને આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ યોજાશે તેમ જણાવ્યું હતું.

ભારતીય કિસાન સંઘ,ગુજરાત પ્રદેશ,ભિલોડા તાલુકા પ્રમુખ અમૃતભાઈ પી.પટેલ,મંત્રી લખાભાઈ બાલાભાઈ તરાર સહિત ખેડૂતોએ લેખિત પત્રમાં જણાવ્યું હતું કે જમીન રી-સર્વેમાં થયેલ ભુલો તાત્કાલિક ધોરણે સુધારો અથવા તો રેકર્ડ મુળ સ્થિતિમાં લાવી દેવું ,

ખેતી પાકમાં થતા જંગલી જાનવરથી ભેલાણનું વળતર આપવું , મજુરી,ધાસચારો, પશુ આહાર દાણ, પાપડી ની મોંઘવારી પ્રમાણે દૂધનો ભાવ વધારવો અથવા પ્રતિ લીટરે રાજ્ય સરકાર પ્રોત્સાહન આપે , સમાન સિંચાઈ દર કરવા, જ્યા સિંચાઈ નથી ત્યાં સહકાર આધારિત નવી સિંચાઈ વ્યવસ્થા ઉભી કરવી, કૃષિમાં મીટર પ્રથા નાબુદ કરવી, સ્વૈચ્છિક કરવા,મીટર ઉપરનો ફીક્સ ચાર્જ નાબુદ કરવો,હાલમાં રાસાયણિક ખાતરમાં થયેલ ભાવ વધારો પાછો ખેંચી લેવો,

ખાતરની અછત માટે યોગ્ય રીતે ઘટતું કરવું , SKY યોજનામાં દિવસે મળતો વીજ પુરવઠો હાલમાં બંધ કરેલ હોય ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે સત્વરે દિવસે આપવા શરૂ કરાવવો,જે વિસ્તારોમાં સિંચાઈની સુવિધા નથી ત્યાં તળાવો ઉંડા કરી નર્મદાની પાઈપ લાઈન થી ભરવા,નવા તળાવો બનાવવા, ચેકડેમો નું સમારકામ કરાવી ને સત્વરે ભરવા , પાણી પત્રક સમય સર ઓન લાઈન અપડેટ કરવા જેથી કરીને ટેકાના ભાવથી ખરીદીનો મહતમ્ રીતે ખેડૂતો લાભ મેળવી શકે તેમ જણાવ્યું હતું.

ખેડૂતોનું નસીબ હંમેશા બે ડગલા પાછળ હોય છે તેવી વર્ષો જુની કહેવત અનુસાર…

કૃષિ પ્રધાન ભારત દેશમાં ખેડૂતોનો સર્વાંગી વિકાસ જોવા મળતો નથી તેમ જાગૃત ખેડૂતોએ જણાવ્યું હતું.કિસાન હિતકા કામકાજ કરેગા,વોહી દેશ પર રાજ કરેગા…હમ અપના અધિકાર માંગતે હૈ,નહીં કિસીસે ભીખ માંગતે હૈ…

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *