કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સમગ્ર ગુજરાતમાં યોજાનાર ખેલ મહકુંભના રજીસ્ટ્રેશનના “કર્ટેન રેઇઝર” કાર્યક્રમને અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ખુલ્લો મૂક્યો હતો, જે અંતર્ગત સાબર સ્પોર્ટ સ્ટેડિયમ હિંમતનગર સાબરકાંઠા ખાતેથી જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયા, હિંમતનગર નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ યતિનાબેન મોદી અને રમતવીરોએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.