Breaking NewsLatest

ગઢડા ખાતે આવેલ પ્રસિધ્ધ ગોપીનાથજી મંદિર શ્રધ્ધાપૂર્વક દર્શન કરતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે સવારે બોટાદ જિલ્લાનાં ગઢડા ખાતે આવેલ પ્રસિધ્ધ ગોપીનાથજી મંદિરે શ્રધ્ધાપૂર્વક શીશ ઝુકાવી દર્શન કર્યાં હતાં.


ગઢડા ખાતે નિર્મિત શ્રી લીંબતરૂં યાત્રીક ભવનનાં લોકાર્પણ તથા વાર્ષિકોત્સવમાં હાજરી આપ્યાં બાદ મુખ્યમંત્રીશ્રીએ ગઢડા સ્થિત પ્રસિધ્ધ ગોપીનાથજી મંદિરે દર્શન કરી સંતોનાં આશિર્વાદ મેળવ્યાં હતાં.


વડતાલ મંદિરનાં પીઠાધીપતિશ્રી રાકેશપ્રસાદજી મહારાજ તેમજ ગોપીનાથજી મંદિરનાં સ્વામી શ્રી હરીજીવનદાસજી મહારાજ તથા સંતગણે મુખ્યમંત્રીશ્રીનું મંદિર ખાતે ઉષ્માસભર આવકાર આપ્યો હતો.


આ અવસરે પૂર્વ મંત્રીશ્રી સૌરભભાઈ પટેલ, ધારાસભ્યશ્રી આત્મારામભાઇ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઘનશ્યામભાઇ વિરાણી, જિલ્લા ભા.જ.પ. પ્રમુખશ્રી ભીખુભા વાધેલા, જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરા તથા પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ પણ જોડાયાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *