Breaking NewsLatest

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીએ અંબાજી મંદિર ના દર્શન કર્યા

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે.2 એપ્રિલ થી ચૈત્રી નવરાત્રી પર્વ શરૂ થઈ રહ્યો છે ત્યારે અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે અને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે સોમવારે સવારે મંગળા આરતી મા ગુજરાત ના પુર્વ મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીએ પોતાના પત્ની સાથે માતાજીના દર્શન કરવા આવ્યા હતા.


અંબાજી મંદિર ખાતે સોમવારે સવારે મંગળા આરતી 7 વાગે કરવામાં આવે છે ત્યારે આ આરતી મા ગુજરાત ના પુર્વ મુખ્યમંત્રી વિજ્ય રૂપાણી પણ આવ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી તેમનુ સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેઓ અંબીકેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા અને માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા .

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

1 of 750

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *