Breaking NewsLatest

ચીફ ઓફ નેવલ સ્ટાફ (CNS) એડમીરલ કરમબીરસિંહે ગુજરાત, દમણ અને દીવના નૌસેના ક્ષેત્રની મુલાકાત લીધી

અમદાવાદ: ચીફ ઓફ નેવલ સ્ટાફ (CNS) એડમીરલ કરમબીરસિંહે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ગુજરાતના ઓખા ખાતે ભારતીય નૌસેનાના ફોરવર્ડ ઓપરેટિંગ બેઝ INS દ્વારકાની મુલાકાત લીધી હતી.

CNSને ગુજરાત, દમણ અને દીવના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગે ગુજરાત, દમણ અને દીવ (GD&D) નૌસેના ક્ષેત્ર સંબંધિત દરિયાઇ પરિચાલન અને સુરક્ષાના પરિબળો અંગે માહિતી આપી હતી. તેમણે GD&D ક્ષેત્ર દ્વારા હાથ ધરવામાં આવતી દરિયાકાંઠાની દેખરેખ માટેની વિવિધ પહેલ અંગે પણ માહિતી મેળવી હતી અને ઓખા સ્થિત નૌસેના સ્ટેશન તેમજ અન્ય એકમોના કર્મીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.

સ્ટેશન દ્વારા કરવામાં આવી રહેલા ગુણવત્તાપૂર્ણ કામની પ્રશંસા કરતા તેમણે કર્મીઓને સારું કામ કરવાનું ચાલુ રાખવા માટે પ્રોત્સાહન આપ્યું હતું કારણ કે INS દ્વારકા તેના સુવર્ણજયંતિ વર્ષમાં પ્રવેશી રહ્યું છે. CNSએ GD&D ક્ષેત્રમાં કર્મીઓ અને તેમના પરિવારોને નવા વર્ષની ખૂબ જ શુભેચ્છા પાઠવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *