શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે માં અંબાના મંદિર સિવાય વિવિધ દેવી-દેવતાઓના મંદીર આવેલા છે. અંબાજી આસપાસ કેટલાક સંતોના આશ્રમ પણ આવેલા છે. અંબાજી ખાતે બે વર્ષ અગાઉ અંબાજીના પવિત્ર અને સન્માનીય એવા ચુંદડીવાળા મહારાજ સ્વર્ગધામ સિધાવ્યા હતા. ચુંદડી વાળા મહારાજ ગબ્બર પાસે ની ગુફામાં રહેતા હતા અને છેલ્લા 75 વર્ષ થી અન્નજળ નો ત્યાગ કર્યો હતો.
અંબાજી થી 3 કિલોમીટર દુર ગબ્બર પર્વત પાસેના ગુફામાં ચુંદડીવાળા માતાજીની આરાધના કરતાં હતાં. તેમનાં મંદિરમાં પુનમે અને રવિવારે વિશેષ ભીડ જોવા મળતી હતી.3 જૂન ના રોજ ચુંદડી વાળા માતાજીની બીજી પુણ્યતિથી હોઇ ગબ્બર આશ્રમ ખાતે અમદાવાદ થી આનંદ ગરબા મંડળની બહેનો આવી હતી અને સવારે 6 થી સાંજ ના 6 સુધી અખંડ પાઠ નું આયોજન કરવામાં આવ્યુ હતું અને આનંદ ગરબા પણ યોજવામાં આવ્યાં હતા. મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા અને ભક્તો માટે ભોજન પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
:- ચુંદડી વાળા માતાજીની પ્રતિમા પાસે આજથી અખંડ દીવો શરૂ કરવામાં આવ્યો :-
અંબાજી નજીક આવેલા ચુંદડી વાળા માતાજીની પ્રતિમા પર આજથી અખંડ દીવો શરૂ કરવામાં આવ્યો હતો. પુજનીય સંત અને આશ્રમના સંચાલક મંડળની હાજરી મા સુંદર કાર્યક્રમ યોજાયો હતો. આજે પણ ભક્તો ચુંદડી વાળા માતાજીની પ્રતિમાના દર્શન કરવા દૂરદૂર થી આવે છે. આ પ્રસંગે જશુભાઇ પટેલ, મેહુલભાઈ જાની, અતુલભાઈ જાની, કાર્તિકભાઈ પ્રજાપતી,ગીતાબેન પટેલ અને અતુલભાઈ બારોટ સહિત વિવિધ ભક્તો હાજર રહ્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી