Breaking NewsLatest

જામનગરના નભોમંડળમાં શનિવારે બપોરે સર્જાશે અલૌકિક ખગોળીય ઘટના

૪ જુને “ઝીરો શેર ડે”: બપોરે ૧૨.૪૮ મિનિટે સૂર્યનો પડછાયો થશે અલિપ્ત

જામનગર તા ૧, જામનગરના નભોમંડળમાં શનિવારે વધુ એક ખગોળીય ઘટના સર્જવા જઇ રહી છે. શનિવાર અને ૪ જૂનના દિવસે “ઝીરો શૅડો ડે” તરીકે ઉજવાશે, અને બપોરના ૧૨.૪૮ મિનિટે સૂર્ય બરાબર માથા પર આવશે, અને તેનો પડછાયો એક મિનિટ માટે સંપૂર્ણપણે બંધ થઈ જશે. જેથી ૪ જૂન ની “ઝીરો શૅડો ડે” તરીકે ઉજવણી કરાશે.
ખગોળીય ઘટનાની દ્રષ્ટિએ વર્ષમાં બે વખત સૂર્ય બરાબર માથા પર આવે ત્યારે તે જગ્યાએ અમુક ક્ષણો માટે પડછાયો અદશ્ય થઈ જાય છે. જેને  ઝીરો શૅડો ડે તરીકે ઓળખવામાં આવે છે.

પૃથ્વી પોતાની ધરી ઉપર પરિભૃમણ કરે છે, અને સૂર્ય ની આસપાસ પરિક્રમા કરે છે.
સૂર્ય  હંમેશા એકની એક જગ્યા એ ઊગતો દેખાતો નથી, ઉનાળામાં ઉત્તર તરફ ખસતો દેખાય છે, અને શિયાળા માં તે દક્ષિણ તરફ ખસતો દેખાય છે.
સૂર્ય પોતાની ઉત્તર તરફ ની આકાશીયાત્રા દરમ્યાન વધુમાં વધુ ખસીને ૨૩.૫ અંશે ઉગ્યા બાદ ફરી દક્ષિણ તરફ ખસવા માંડે છે. તેને દક્ષિણાયન કહેવાય છે. જે ૨૨ જુન આસપાસ હોય છે. આ દિવસે આપણા ત્યાં મોટામાંમોટો દિવસ હોય છે.


સૂર્ય ની ગતી દરમ્યાન પૃથ્વી ના કર્કવૃત-(ટ્રોપિક ઓફ સેન્સર)
+૨૩.૫ અંશ. અને મકરવૃત(ટ્રોપિક ઓફ કેપરિકોન)-૨૩.૫ અંશ ના વિસ્તાર માં વર્ષ દરમિયાન “ઝીરો શૅડો ડે” બે દિવસ થાય છે.

જ્યારે સૂર્ય નું ડેકલિનેશન-ઉંચાઇ અને તે સ્થળના અક્ષાંસ સરખા હોય,જ્યારે સૂર્ય લોકલ મેરિડીયન ને ક્રોસ કરે ત્યારે સૂર્ય કિરણ તે સ્થળે બરાબર લંબ આકારે પડે, ત્યારે ત્યાં થોડી ક્ષણો માટે પડછાયો અદ્શ્ય થઈ જાય છે.
અલગઅલગ સ્થળો માટે અક્ષાંસ મુજબ સૂર્ય ની બરાબર માથે આવવાની તારીખ અને સમય અલગઅલગ હોય છે. જુદા જુદા શહેરોની તારીખ અને સમય નીચે મુજબ છે.
દ્વારકા    – ૨ જુન ;-૧૨.૫૦
રાજકોટ – ૩ જૂન ;-૧૨.૪૫
જામનગર-૪ જુન;-૧૨.૪૮
ધ્રોલ       -૫ જુન ;-૧૨.૪૭
મોરબી    -૭ જુન ;-૧૨.૪૯.
ભૂજ    -૧૩  જુન ;-૧૨.૫૧

સૂર્ય ની દક્ષિણાયન ગતી દરમ્યાન ૮ જુલાઈ ના રોજ ફરી થી જામનગર શહેર માં ઝીરો શૅડો ડે માણી શકાશે.આ દિવસે જામનગરમાં ફરી  થોડી ક્ષણો માટે સૂર્ય નો પડછાયો અદ્શ્ય થઇ જશે.

ઉપરોક્ત બંને દિવસો દરમિયાન જામનગરની ખગોળ પ્રેમી જનતાએ સૂર્ય પ્રકાશ નીચે ઊભા રહીને સ્વયંભૂ તેની અનુભૂતિ કરવા, અને આ અલૌકિક ખગોળીય ઘટનાના જાતેજ સાક્ષી બનવા માટેનો જામનગર ખગોળવિદ કિરીટભાઈ શાહ દ્વારા અનુરોધ કરાયો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 681

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *