Breaking NewsLatest

જામનગર ખાતે નયનાબા જાડેજા દ્વારા ગરીબ બાળકોને કરાયું પતંગ અને દોરીનું વિનામૂલ્યે વિતરણ

જામનગર જામનગર ખાતે ગરીબ બાળકોને વિના મૂલ્યે પતંગ અને દોરીની ફિરકીનું જામનગર જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ નયનાબા જાડેજા દારા વિતરણ કરવામાં આવ્યું.

મકરસંક્રાંતિ એટલે પતંગ ઉડાવવાનો અને લાડુ ખાવાનો અનેરો તહેવાર કહેવાય છે આવા સમયે જામનગર શહેરના ગુલાબનગર ખાતે જામનગર જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ નયનાબા જાડેજા દ્વારા ગરીબ વર્ગના બાળકોને પતંગ અને દોરીની ફીરકીનું વિના મૂલ્યે વિતરણ કરી બાળકોના મો પર આ તહેવારનું સ્મિત રેલાવવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો હતો.

હાલ રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહયો છે અને સરકાર દારા ગાઈડલાઈન મુજબ આ તહેવાર માનવવાનું જાહેર કરવામાં આવ્યું છે ત્યારે નયનાબા જાડેજા દારા પણ સરકારની ગાઈડલાઈન મુજબ તેને અનુસરીને મકરસક્રાંતિને ઉજવવા માટે અપીલ કરવામાં આવી હતી.

આશરે 200 જેટલા નાના બાળકોને પતંગ અને દોરીનું વિતરણ કરાતા બાળકોમાં પણ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કોમી એકતાની અનોખી મિશાલ: ચલાલામાં નવનિર્મિત આધુનિક ‘જુમ્મા મસ્જિદ’નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ

​દાનમહારાજની ભૂમિમાં શબીરબાપુ અને વલકુબાપુની ગરિમામય હાજરીમાં રવિવારે લોકાર્પણ.…

૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે જેતપુરમાં કરાશે

રાજકોટ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રાજકોટ જિલ્લાના જેતપુરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે…

1 of 744

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *