Breaking NewsLatest

જામનગર જિલ્લામાં ૪૬ ટીમો દ્વારા ૪૮૮ જેટલા વીજ પોલ ઊભા કરી વીજ પુરવઠો પૂર્વવત કરવાના આયોજન સાથે યુદ્ધના ધોરણે કાર્યરત PGVCLના કર્મીઓને સલામ..

જામનગર: જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિજ પોલ, ફિડર તથા ટ્રાન્સમીટરને નુકશાન થવા પામેલ છે. જેના કારણે જિલ્લાના ૮૪ જેટલા ગામોમાં વિજ પુરવઠાને અસર થયેલ છે ત્યારે આ તમામ ગામોમાં તાત્કાલીક અસરથી વિજ પુરવઠો પુર્વવત થાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અતિવૃષ્ટિ સંદર્ભે જામનગર ખાતેની મુલાકાત વખતે પી.જી.વી.સી.એલ.ના અધિકારીશ્રી ડો.ડી.બી.વ્યાસ મેનેજિંગ ડાયરેક્ટર, શ્રી જે.જે.ગાંધી મુખ્ય ઈજનેર અને પીજીવીસીએલ તથા જેટકોના અન્ય અધિકારીઓએ સાથે બેઠક કરી યુધ્ધના ધોરણે આ તમામ ગામોમાં વીજ પુરવઠો ચાલુ થાય તે માટે કાર્યવાહી કરવા જણાવેલ.

આ બાબતે પી.જી.વી.સી.એલ.ના અધીક્ષક ઈજનેરશ્રી સી.કે.પટેલે જણાવ્યું હતુ કે, જામનગર જિલ્લાના વિવિધ તાલુકાઓના કુલ ૮૪ ગામોમાં ભારે વરસાદને કારણે વિજ પુરવઠો ખોરવાયેલ જેમાના ૮૪ ગામો પૈકી ૬૦ ગામોમાં અત્યાર સુધીમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવેલ છે અને બાકી રહેલ અન્ય ૨૪ ગામોમાં આજ સાંજ સુધીમાં વિજ પુરવઠો કાર્યરત કરવા અંગે પી.જી.વી.સી.એલ. દ્વારા યુધ્ધના ધોરણે ૪૬ કોન્ટ્રાકટરોની ટીમો કામે લગાવી અને ૪૮૮ જેટલા વીજ પોલ ઊભા કરી વીજ પુરવઠો પૂર્વવત કરવાનું આયોજન હાથ ધરાયેલ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *