Breaking NewsLatest

જામનગર મહાનગરપાલિકાની ૬૪ સફાઈ કર્મીઓ સાથેની ટીમ મદદરૂપ થવા ઉના ખાતે પહોંચી

જામનગર: ગીર સોમનાથ જિલ્લામાં તૌકતે વાવાઝોડાથી થયેલ નુકસાનીમાં ગંદકીના કારણે કોઈ અન્ય રોગો ન ઉદભવે તે માટે મદદરૂપ થવા મ્યુનિસિપલ કમિશનર શ્રી સતિષ પટેલના માર્ગદર્શન હેઠળ જામનગર મહાનગરપાલિકા દ્વારા ૬૪ સફાઈકર્મીઓ સાથેની એક ટીમ ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે મોકલવામાં આવી છે. આ અંગેની વિગતો જણાવતા આસિસ્ટન્ટ કમિશનર શ્રી ભાર્ગવ ડાંગરે જણાવ્યું હતું કે, ઉના વિસ્તારમાં ઝડપી સફાઈ થાય તથા લોકોમાં ગંદકીના કારણે અન્ય કોઈ બિમારીઓ કે રોગચાળો ન પ્રસરે તે હેતુથી ઝડપી સફાઈ કામગીરી હાથ ધરવા જામનગર ખાતેથી 4 સેનેટરી ઇન્સ્પેકટર તથા સેનેટરી સબ ઇન્સ્પેક્ટરના સુપરવિઝન હેઠળ 64 સફાઇ કર્મચારીઓની ટીમ જરૂરી સાધન સામગ્રી જેવી કે ત્રિકમ, પાવડા, તગારા, ઘણ, પરાઇ, ખાપરી વગેરે તથા મેલોથીયન પાવડર બેગ સાથે ઉના પહોંચેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હજુ બે દિવસ પહેલા જ જામનગર મહાનગર પાલિકાની ફાયર તથા ગાર્ડન શાખાની બે ટીમો અમરેલી જિલ્લાના રાજુલા ખાતે રાહત કામગીરીમાં મદદરૂપ થવા મોકલવામાં આવી હતી. ત્યારે આજે ૬૪ કર્મીઓ સાથેની વધુ એક ટીમ ઉના ખાતે મોકલી જામનગર મહાનગરપાલિકા દ્વારા વસુધૈવ કુટુંબકંની ભાવના નિભાવવામાં આવી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *