Breaking NewsLatest

જામનગર શહેરમાં વહેલી સવારે છવાયું ગાઢ ઘુમમ્સ તો રોડ પર ભેજના કારણે ક્યાંક વાહનો પણ સ્લીપ થયાં.

જામનગર: જામનગર શહેર સહિત વિસ્તારમાં કડકડતી ઠંડીની શરૂઆત થતી જોવા મળી રહી છે. ઠંડીના જોર સામે ભેજનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે જે 93 ટકા સુધી પહોંચતા શહેરમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબલિટી લો જોવા મળી હતી. સવારે સો ફૂટ દૂરનું દેખાવાનું નહિવત જેવું જોવા મળી રહ્યું હતું. વાહનોની હેડ લાઇટ, પાર્કિંગ લાઇટ ચાલુ રાખી વાહન રસ્તા પર ચાલતા જોવા મળ્યા હતા. વહેલી સવારે કામ અર્થે જતા તેમજ સ્કૂલે જતા બાળકો પણ ધુમ્મસના કારણે અટવાતા જોવા મળ્યા હતા અને સ્કૂલે ધીરે ધીરે પહોંચતા જોવા મળ્યા હતા. ભેજને કારણે રોડ પર ઝાકળને લીધે ઘણી જગ્યાએ રોડ પર દ્વિચક્રી વાહનો સ્લીપ પણ ખાધા હોવાના સમાચાર જાણવા મળ્યા હતા.

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *