Breaking NewsLatest

જામનગર NCC ગ્રૂપ હેડક્વાર્ટરના ગ્રૂપ કમાન્ડર અને 36 ગુજરાત બટાલિયન NCC ભૂજના કમાન્ડિંગ ઓફિસર દ્વારા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ સાથે કોલેજોમાં નવી NCC યોજનાના અમલીકરણ વિશે ચર્ચા કરાઈ.

જામનગર NCC ગ્રૂપ હેડક્વાર્ટરના ગ્રૂપ કમાન્ડર અને 36 ગુજરાત બટાલિયન NCC ભૂજના કમાન્ડિંગ ઓફિસરે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ સાથે મુલાકાત કરીને કોલેજોમાં નવી NCC યોજનાના અમલીકરણ વિશે ચર્ચા કરી હતી.

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા શૈક્ષણિક અભ્યાસક્રમમાં પસંદગીના વિષય તરીકે NCC પસંદ કરવા અંગે નીતિ બહાર પાડવામાં આવી હોવાથી અભિલાષી વિદ્યાર્થીઓ તુલનાત્મક રીતે ઓછા શૈક્ષણિક ભારણ સાથે NCCનો હિસ્સો બની શકશે. આના ભાગરૂપે, જામનગર NCC ગ્રૂપ હેડક્વાર્ટરના ગ્રૂપ કમાન્ડર કર્નલ કે.એસ.માથુર અને 36 ગુજરાત બટાલિયન NCC ભૂજના કમાન્ડિંગ ઓફિસર કર્નલ પ્રિતમ કુમાર હેમ્બ્રોમ કચ્છ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. જયરાજસિંહ જાડેજાને મળ્યા હતા અને અભ્યાસક્રમમાં નવી NCC યોજનાના અમલીકરણની પદ્ધતિઓ વિશે વિગતવાર ચર્ચા કરી હતી. NCCમાં જોડાવા માંગતા સંખ્યાબંધ અભિલાષી વિદ્યાર્થીઓ પર નવી નીતિનો પ્રભાવ પડશે. કર્નલ માથુરે તમામ કમાન્ડિંગ ઓફિસરો, એસોસિએટ NCC ઓફિસરો અને ભૂજ તેમજ જામનગર જિલ્લામાં આવેલી કોલેજોના આચાર્યોને આ મહત્વાકાંક્ષી યોજના મહત્તમ સંસ્થાઓમાં લોકપ્રિય અને અમલી થાય તે માટે તેને વેગ આપવા પ્રોત્સાહિત કર્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *