Latest

જોઈએ છે વેલેન્ટાઇન પ્રપોઝલ..!!

તખુભાઈ સાંડસુર
ઈસાઈ સંત વેલેન્ટાઇન સૈનિકોને લગ્ન-વિવાહના બંધનમાં બાંધવાના ગુનાસર રાજાના નિયમો પ્રમાણે દોષી સાબિત થયાં અને તેનું શિરચ્છેદ કરવામાં આવ્યું. કોઈને જોડવા તે ગુનો ગણવામાં માટે રાજાને તિરસ્કૃત કરી શકાય પરંતુ વેલેન્ટાઇનને તો સોનાના અક્ષરે અમર કરવા પડે.બસ, આ જ સમય,ઘડી પ્રેમ, દોસ્તીના ભાઈચારાના ઉત્સવ તરીકે આખું જગત મનાવે છે.જોકે આપણે માત્ર ધર્મનો વિરોધ કરવા માટે આ ઉત્સવને કચરાટોપલીમાં નાખી દઈએ તો પ્રેમને,દોસ્તીને ફાંસીએ લટકાવવાની સજા કરી કહેવાય.
સમયના ચક્ર સાથે બધુ ઝડપભેર પાછળ પડતું જાય છે અને આપણે આગળ નીકળતાં જઈએ છીએ. બહુ સ્વાભાવિક છે કે લાંબા સમય સુધી જેનો સંગાથ હોય તે સંગાથ ધીમે ધીમે વિસરાતો ચાલે,ભુસાતું જાય,ક્ષુણ થતું જાય અને પછી પાછાં ફરીને જોતાં તે ચહેરો ધુમ્રસેરોમાં દેખાય પણ નહીં. એવા કેટલાય લોકો છે કે જેણે પોતાને અસ્ખલિત પ્રેમ કરનારા પંચ મહાભૂતોમાં ભેળવી દીધાં છે. એવું પણ બન્યું છે કોઈ સમયાંતરે આવ્યાં અને પછી વિસરાઈ ગયાં. શરીર જીર્ણ -શીર્ણ થયું અને તેની કદાચ ઉપયોગીતા હવે નથી રહી. તેથી પરિવારના સૌ માટે પણ આપણે ઉપકૃત નહીં પણ તિરસ્કૃત બન્યાં. ત્યાં પ્રેમ વૈશાખના બપોરના ઝાંઝવા જેવો બનીને દેખાવા લાગ્યો. એકલતા,એક ખૂણો અને નિર્બળતાએ જાણે કે જીવતેજીવ ભંડારી દીધાં હોય તેવો અનુભવ સુરજદાદા કોર કાઢે અને થયાં કરે ત્યારે જેમના જીવનમાં કુસુમવત સુગંધનો દરિયો છલકાતો હોય તેવા લોકોને જોઈને આ સુગંધ લોન ઉપર લઇ લેવા સતત ઇચ્છા થયાં કરે.કદાચ તે ઋણ આ જન્મે પણ ચૂકવી ન શકાય તો પછીના અવતારએ આ કાર્ય કરીને પણ હું વિખરાવુ ગમશે પણ ઝંખના સતત અંકુરિત થયા કરે.
સમય અનેકને વિખુટા પાડે,ઘણા અણગમા ઊભાં કરી ઊભાં રાખી દે,માઈલોના અંતર અંદરથી જગ્યા કરવાં લાગે આ બધું ચામડીની કરચલીઓ સાથે વધવા લાગે,કોઈની નાનકડી ભુલ ભવ બની આવી ગઈ તે હંમેશ માટે વિસરાય પછી દોસ્તીનો દૂકાળ અને સ્નેહનું સ્વર્ગારોહણ જ હોય.તો પણ તમે આ બધું ડુચો કરીને ફેંકી દેશો તો રોજ પ્રપોઝ પરોઢના ઝાકળ જેવી તમારી પાસે ઉભી રહીને ભીંજવ્યા કરશે. પ્રેમપ્રસાદ થઈ વહેંચાયા કરો તે બેવડાશે તેવી આશા અજીણૅ નથી.
ચાહતને વહેંચતા રહીએ, કશું કાયમી ચિરંજીવ નથી.આજે જે વિખોટો છે તે આવતીકાલે સંગાથે પણ આવે.સંબધોને ટકાવવા જે મથતો રહે તે મરતો નથી.સજીવ નિર્જીવ સૌ પોતાની આભા અને અભિરુચિ,ઉસુલથી ખડા છે પણ તેની પરખ દષ્ટિનો અભાવ આપણને ઉપણી રહ્યોં છે.લાગણીના કાઉન્ટર પર ઊભાં રહી સૌને ખોબેને ઘોબે પીરસતા જ રહીએ.. પીરસતાં જ રહીએ…

શું વાત કરી છે સાહિર લુધિયાનવીએ..!
(ચલો એકબાર ફિર સે અજનબી બન જાયે હમ દોનો
ન મેં તુમસે કોઈ ઉમ્મીદ રખુ દિલનબાજી કી
ન તુમ મેરી તરફ દેખો ગલત નજરો સે
ન મેરે દિલ કી ધડકન લડખડાયે મેરી બાતોં સે
ન જાહીર હો તુમ્હારી કશ્મ કશકા રાજ નજરો સે)
चलो इक बार फिर से, अजनबी बन जाएं हम दोनो
न मैं तुमसे कोई उम्मीद रखूँ दिलनवाज़ी की
न तुम मेरी तरफ़ देखो गलत अंदाज़ नज़रों से
न मेरे दिल की धड़कन लड़खड़ाये मेरी बातों से
न ज़ाहिर हो तुम्हारी कश्म-कश का राज़ नज़रों से

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જરૂર?

હાલમા ગુજરાતમા વિકાસ જોરદાર ચાલી રહ્યો છે અને આખા ગુજરાતના ખૂણેખૂણે સુધી વિકાસના…

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 610

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *