Breaking NewsLatest

ડીસાની શ્રી નવજીવન બી એડ્. કોલેજ કોલેજ દ્વારા અંગત જાગૃતિ રથનું ભવ્ય સ્વાગત કરાયું

અંગદાન જાગૃતિ અભિયાનને બનાસકાંઠા જિલ્લામાં વ્યાપક આવકાર

અંગદાન અંગે સામાજિક જાગૃતિ જરૂરી છે: દિલીપભાઈ દેશમુખ દાદા

અંબાજી થી શરૂ થયેલ અંગદાન અંગેની જાગૃતિ રથ નું ડીસા ખાતે રેલી યોજી શ્રી નવજીવન બી એડ્. કોલેજ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અંગદાન જાગૃતિના પ્રણેતા શ્રી દિલીપભાઈ દેશમુખ દાદાએ અંગદાન અંગે યુવાનોને કાર્ય કરવા માટે આહ્વાન કર્યું હતું.

મહારાષ્ટ્રના વતની શ્રી દિલીપભાઈ દેશમુખ દાદાને અંગ
પત્યારોપણ દ્વારા 16 મહિના પહેલા નવજીવન મળ્યું છે તેઓએ ત્યારથી મક્કમ ધ્યેય દ્વારા અંગદાન જાગૃતિ અંગેના પ્રયાસો શરૂ કર્યા છે. અંબાજી થી અંગદાન જાગૃતિ રથ લઇ નીકળેલા દિલીપભાઈ દેશમુખ દાદા અને અન્ય યુવા કાર્યકર્તાઓની ડીસાના પ્રવેશ દ્વાર માં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.ત્યારબાદ બાઇક રેલી સ્વરૂપે ડીસાના મુખ્ય માર્ગો પર રેલી કરી અંગદાનની જાગૃતિ ફેલાવી હતી. ત્યારબાદ ડીસા શ્રી નવજીવન બી એડ્. કોલેજ ખાતે અંગદાન રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દાદા દિલીપભાઈ દેશમુખે તમામ તાલીમાર્થીઓને પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે ત્રણ લાખ લોકોને અંગેની જરૂર છે ત્યારે અંગદાન અંગે જાગૃતિનો અભાવ જોવા મળે છે. આ અભિયાનને બનાસકાંઠા જિલ્લામાં વેગવંતુ બનાવવા યુવાનોને અપીલ કરું છું. કેવા સંજોગોમાં અંગદાન કરી શકાય તે અંગે તેઓએ વિસ્તૃત માહિતી આપી હતી. આ યાત્રા  રથ ના દાતા ટી.પી રાજપુત, પીરાભાઈ પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ પ્રવિણભાઈ માળી, કનુભાઈ વ્યાસ, સામાજિક કાર્યકર કનુભાઈ જોષી, રથના કન્વીનર માનાભાઈ પટેલ, બી.એડ કોલેજના ટ્રસ્ટી બાબુભાઈ પટેલ તથા સામાજિક કાર્યકર ડૉ. રીટાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં દાદા દિલીપભાઈ દેશમુખ નિર્મિત ‘તર્પણ’ નામની ટેલી ફિલ્મ બતાવવામાં આવી હતી.આમ બનાસકાંઠા જિલ્લા માં અંગદાન યાત્રા ને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *