Breaking NewsLatest

ડોક્ટરને ભગવાન નો બીજા રૂપ કહેવાય છે. આ વાક્યને સાહાકાર કરી બતાવ્યું છે. સદવિચાર હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફએ ખૂબ ગંભીર સ્થિતિમાં આવેલું એક કોરોના પોઝિટિવ પેશન્ટ 27 વર્ષીય પ્રેગનેટ મહીલા અને એમના ગર્ભમાં રહેલા ૮ માસનું બાળકનું જીવ બચાવી. એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

                  સુરતના પુણા વિસ્તારમાં રહેતા 27 વર્ષીય કાજલબેન ચૌહાણ ૨૨૬ દિવસની લાબી સારવાર બાદ આજરોજ હોસ્પિટલમાંથી પોતાના ઘરે જવા માટે ની રજા આપવામાં આવી હતી. ૮ માસની ગર્ભવતી કાજલબેન ચૌહાણ ૮ મહિના પહેલા કોરોના પોઝિટિવ થયા હતા. કાજલબેનના પતિએ કાજલબેન ને પુણા વિસ્તારમાં આવેલા સદવિચાર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી હતી. ડોક્ટરો માટે પણ ખૂબ ગંભીર પ્રશ્ન હતો. કારણકે કાજલબેન ૨૭ વર્ષીય આઠ માસની
ગર્ભવતી મહિલા કોરોના પોઝિટિવ હતી. જેના ગર્ભમાં ૮ માસ નું બાળક હતું. કાજલબેન ની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી. ડોક્ટરો સામે પણ ખૂબ ગંભીર પ્રશ્ન હતો. કાજલબેનને અને એમના ગર્ભમાં રહેલા બાળકને પણ બચાવવા હતા.જેથી ડોક્ટરોએ ખૂબ જ મહેનત બાદ કાજલબેનને અને એના બાળકને સહી સલામત બચાવી હતી. આઠ મહિનાની લાંબી સારવાર બાદ આજરોજ કાજલબેન  હોસ્પિટલમાંથી રજા આપતી વેળાએ ડોક્ટર સહિત હોસ્પિટલના સ્ટાફ ભાહુક થયા હતા અને કાજલબેન ના પરિવારે ડોક્ટરો અને સ્ટાફને ભાવ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો…..


ડોક્ટર ભગવાનનું બીજું રૂપ કહેવાય એને સાર્થક કરી બતાવ્યો…

પુણા વિસ્તારમાં ૮ માસની ગર્ભવતી મહિલા કોરોના પોઝિટિવ…

સદવિચાર હોસ્પિટલના ડોક્ટરોની ટીમે સ્ટાફે ખૂબ મહેનત કરી બંનેનો જીવ બચાવી લેવામાં આવ્યા.

૮ માસનું બાળક સહિત મહિલાને બચાવી લેવામાં આવી..

૮ મહિનાની લાંબી સારવાર બાદ આજરોજ રજા આપવામાં આવી હતી…

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *