તિર્થધામ વલાસણના મેલડી માતાજીના દર્શનાર્થે પેટલાદ તાલુકાના રૂપિયાપુરા ગામેથી પગપાળા સંઘનુ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. રૂપિયાપુરા ગામેથી આયોજિત પગપાળા સંઘના શ્રધ્ધાળુઓ આજે ભક્તિભાવ સાથે દર્શનાર્થે વલાસણ પહોંચી મેલડી માતાજીના મંદિરે પુજા અર્ચના અને પ્રાર્થના કરી કે ગામમાં હંમેશા સુખ-શાંતિ રહે, ગામના તમામ ગ્રામજનો નિરોગી અને સ્વસ્થ રહે, તમામનુ ભવિષ્ય ઉજળું બની રહે. સંઘનુ આયોજન ગામનાં ૨મેશભાઈ ઠાકોર સહિત યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું .



















