Breaking NewsLatest

ધનસુરા ખાતે સંત શિરોમણી રવિદાસજીની જન્મ જયંતી નિમિત્તે ઉજવણી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા ના કાર્યક્રમ મુજબ સંત શિરોમણી રવિદાસજીની જન્મ જયંતિ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે અરવલ્લી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતી મોરચા દ્વારા ધનસુરા ગામે બ્રહ્મસમાજ /શ્રવણ સમાજ ની મહિલા મંડળ દ્વારા વડલાવાળી ફળી ખાતે કાર્યક્રમ યોજાયો હતો.બ્રહ્મસમાજ/શ્રવણ સમાજ દ્વારા સંત રોહીદાસજી ની આરતી કરીને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.આ કાર્યક્રમ માં પ્રદેશમાં થી અનુ.જાતિ મોરચાના “મંત્રી” શ્રી નિલેશભાઈ આચાર્ય તથા અરવલ્લી જિલ્લા ના અનુ.જાતિ મોરચાના પ્રમુખ દિનેશભાઇ સોનેરી, અરવલ્લી જિલ્લાના મહિલા મોરચાના “મહામંત્રી” પ્રીતિબેન ઠેકડી,અરવલ્લી જિલ્લાના મહિલા મોરચાના કારોબારી સભ્ય મીનાબેન જોશી, અરવલ્લી જિલ્લા ના અનુ.જાતિ મોરચાના “મંત્રી” અને ઇન્ચાર્જ ચમાર પિયુષકુમાર,અરવલ્લી જિલ્લા ના અનુ. જાતિ મોરચાના ઉપપ્રમુખ અને સહ ઇન્ચાર્જ શંકરભાઈ સોલંકી,તાલુકાના મહામંત્રી નરેન્દ્રભાઈ પટેલ,ધનસુરા તાલુકાના મહિલા મોરચાના મંત્રી તારાબેન દરજી,ધનસુરા પંચાયત ના પૂર્વ સદસ્ય સ્વાતિબેન શાહ અને મનીષભાઈ શાહ,બાયડ તાલુકા સદસ્ય પરમાનંદ ભાઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહયા હતા સમગ્ર કાર્યક્રમ નું આયોજન અરવલ્લી જિલ્લા ભાજપ મહિલા મોરચા ના મહામંત્રી પ્રીતિબેન ઠેકડી અને કાર્યકર્તા ઓએ કર્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *