વિધાર્થીઓને સ્કૂલમાંથી વિદાય,પરીક્ષાની તૈયારીઓ શરૂ
અખિલ આંજણા કેળવણી મન્ડળ દ્વારા વિદાય સમારંભ યોજાયો
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિધાર્થીઓ દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે સાથેજ સ્કૂલો દ્વારા પણ વિધાર્થીઓને પૂરતો અભ્યાસ કરાવી પુનરાવર્તન પણ કરવામાં આવ્યું છે તેવામાં વિધાર્થીઓ ઘરે બેસી શાંતિ રીતે પરીક્ષાની તૈયારીઓ કરી શકે તે માટે હવે સ્કૂલ માંથી ધોરણ 10 અને 12ના વિધાર્થીઓ ને વિદાય આપવામાં આવી છે… અખિલ આંજણા કેળવણી મન્ડળ સંચાલિત શ્રી આર જે પટેલ સત્યમ વિદ્યાલય મોડાસા ખાતે અખિલ આંજણા કેળવણી મંડળના મંત્રી રમણભાઈ પટેલ તેમજ શ્રી આર જે પટેલ સત્યમ વિદ્યાલયના ડિરેક્ટર ચીમનભાઈ પટેલની ઉપસ્થિતિમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો..આ પ્રસંગને અનુરુપ ઉપસ્થિત મહેમાનઓએ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી,તેમજ શાળાના આચાર્ય પરેશભાઈ પટેલ અને મદદનીશ શિક્ષક કરણભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને તારીખ 28.03.2022 ના રોજ શરૂ થતી પરીક્ષા અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યા. આ સમગ્ર આયોજન શાળાના ઉપાચાર્ય ધવલભાઈ પટેલ તેમજ તમામ સ્ટાફમિત્રો દ્વારા કરવામાં આવ્યું..અંતમાં શિક્ષક અનિલભાઈ પટેલ દ્વારા પ્રસંગને અનુરૂપ આભારવિધિ કરી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને શાળા-શિક્ષણકાર્યમાંથી વિદાઈ આપવામાં આવી હતી..વિદ્યાર્થી ઓ સારું પરિણામ લાવે તે માટે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને તૈયારીઓ કરવા માટે આહવાહન કરવામાં આવ્યું હતું